For Quick Alerts
For Daily Alerts
આ રાજ્યમાં સબ એન્જીનિયરનું રિઝલ્ટ જાહેર, આવી રીતે ચેક કરો
મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એગ્ઝામિનેશન બોર્ડે સબ એન્જીનિયર ભરતીનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. ઉમેદવાર પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ peb.mp.gov.in પર જઈ જોઈ શકે છે અને ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકે છે. એમપીપીઈબી સબ એન્જીનિયર ભરતી પરીક્ષાનું આયોજન 9 ડિસેમ્બર 2020 અને 10 ડિસેમ્બર 2020ના રોજ કરાવવામાં આવ્યું હતું. આ મધ્ય પ્રદેશમાં 17 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરાઈ હતી. પરીક્ષા બે પાળીમાં લેવાઈ હતી. પહેલી પાળી સવારે 9 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધી અને બીજી પાળી બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી.
આ સ્ટેપ્સ ફોલો કરી MPPEB Sub Engineer Results ચેક કરો
- સૌથી પહેલા મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એગ્ઝામિનેશન બોર્ડની સત્તાવાર વેબસાઈટ peb.mp.gov.in પર જાઓ.
- વેબસાઈટના હોમપેજ પર તમને Group-03 (Sub Engineer) Recruitment Test 2020 લખેલું જોવા મળશે, ત્યાં ક્લિક કરો.
- ક્લિક કરતા જ નવી વિંડો ખુલી જશે. જ્યાં તમારે તમારી એપ્લિકેશન નંબર અથવા રોલ નંબર અને જન્મ તારીખ નાખવી પડશે. સાથે જ એક પ્રશ્નનો ઉત્તર આપવો પડશે અને ક્લિક કરવું પડશે.
- ક્લિક કરતાં જ MP Vyapam Sub Engineer Result 2021 તમારી સ્ક્રીન પર હશે, જે ડાઉનલોડ પણ કરી શકાય છે.