RRB NTPC ની 7મા તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

RRB NTPC ની 7મા તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે (RRB) ગુરહુવારે સાતમા તબક્કા માટે NTPC Exam Schedule જાહેર કરી દીધું છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે પોતાની ઑફિશિયલ વેબસાઈટ પર પરીક્ષાની તારીખની ઘોષણા કરી છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ શિડ્યૂઅલ મુજબ RRB NTPCની સાતમા તબક્કાની પરીક્ષા 23, 24, 26 અને 31 જુલાઈ 2021ના રોજ યોજવામાં આવશે.

RRB NTPC Phase 7 Exam schedule

7મા તબક્કાની પરીક્ષામાં 2.78 લાખ ઉમેદવારો હાજર રહેશે. રેલવે બોર્ડે પોતાના ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યું કે, "સાતમા તબક્કાની પરીક્ષામાં 23, 24, 26 અને 31 જુલાઈ 2021ના રોજ પહેલા સ્ટેજના અંતિમ તબક્કામાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-1) પરીક્ષા યોજાનાર છે જેમાં 2.78 લાખ ઉમેદવારો હાજર રહેશે."

આ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને તેમનું પરીક્ષા કેન્દ્ર અને તારીખ તથા SC/ST ઉમેદવારોને ફ્રી ટ્રાવેલિંગ ઑથોરિટી જોવા માટે સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાના દસ દિવસ પહેલાં ઉપલબ્ધ કરવામાં આવશે. પરીક્ષાના 4 દિવસ પહેલાં ઈ-કોલ લેટર કાઢી શકાશે.

કોલ લેટરમાં કોવિડ ગાઈડલાઈનના સૂચનો આપવામાં આવેલાં છે, જેનું પાલન દરેક ઉમેદવારોએ કરવું પડશે. જે ઉમેદવારોએ ફેસ માસ્ક પહેર્યું હશે તેમને જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે અને પરીક્ષા દરમિયાન ફેસ માસ્ક પહેરી રાખવું ફરજીયાત છે.

સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X