SBI CBO Recruitment 2020: લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આવી રીતે ચેક કરો
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ સર્કલ બેઝ્ડ ઑફિસર ભરતી 2020ની લેખીત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. રિઝલ્ટ જોવા માટે ઑફિશિયલ વેબસાઈટ sbi.co.in પર વિજિટ કરી શકો છો. પરીક્ષામાં પાસ થનાર પસંદિત ઉમેદવારો હવે આગલા રાઉન્ડમાં ઈન્ટર્વ્યૂ માટે ઉપસ્થિત થશે. આ ભરતી દ્વારા કુલ 3,850 CBO અધિકારીઓની નિયુક્તિ કરાશે. આના માટે 28 નવેમ્બરે લેખિત પરીક્ષા આયોજિત કરાઈ હતી.
જણાવી દઈએ કે SBI CBO પરિણામ પીડીએફમાં ઉપલબ્ધ છે જેમાં શૉર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના રોલ નંબર છે. એસબીઆઈના સત્તાવાર નિયમ મુજબ લેખિત પરીક્ષા અને સાક્ષાત્કારના તબક્કા માટે વેબસાઈટ પર જલદી જ અંક અપલોડ કરી દેવામાં આવશે.
રિઝલ્ટ ચેક કરવા માટે આ સ્ટેપ્સ ફૉલો કરો
- સૌથી પહેલા એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ. જે બાદ હોમ પેજ પર ડાબી બાજુ career ટેબ પર ક્લિક કરો.
- નવી વિન્ડો ખુલ્યા બાદ latest announcement પર ક્લિક કરો. જે બાદ final resultની નીચે recruitment of CBO 2020 પર ક્લિક કરો. રિઝલ્ટ વાળી પીડીએફ ઓપન થઈ જશે. જે બાદ તમારો રોલ નંબર સર્ચ કરો.
શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને સર્કલ અધિકારીના રૂપમાં નિયુક્ત કરાશે. તેમને 23700 રૂપિયાથી 42020 રૂપિયાની વચ્ચે વેતન મળશે.