For Quick Alerts
For Daily Alerts
SBI Clerk 1st Waiting List: સ્ટેટ બેંક ક્લાર્ક મુખ્ય પરીક્ષા 2020ની પહેલી વેઈટિંગ લિસ્ટ જાહેર
ભારતીય સ્ટેટ બેંકે 22 માર્ચ 2021ના રોજ પોતાની સત્તાવાર વેબસાઈટ પર ક્લાર્ક ગ્રેડમાં જૂનિયર એસોસિએટના પદ માટે ઉમેદવારોની પહેલી વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દીધી છે. એસબીઆઈ જૂનિયર એસોસિએટ્સ ભરતી પ્રક્રિયા માટે ઉપસ્થિત થનાર કેંડિડેટ વેઈટિંગ લિસ્ટ ચેક કરવા અને ડાઉનલોડ કરવા માટે એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈ શકો છો.
ભારતીય સ્ટેટ બેંકે 31 ઓક્ટોબર અને 7 નવેમ્બર 2020ના રોજ જૂનિયર એસોસિએટની ભરતી માટે મુખ્ય પરીક્ષા આયોજિત કરી હતી.
ઉમેદવારો એસબીઆઈ ક્લાર્ક વેઈટિંગ લિસ્ટને સત્તાવાર વેબસાઈટ અથવા તો નીચે આપેલી લિંકથી જોઈ શકે છે.
વેઈટિંગ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
કયા આધારે પસંદગી પામી, જાણો
- સ્થાનિક ભાષામાં પ્રવીણતા પરીક્ષા ઉતીર્ણ કરવી
- જાહેરાત સંખ્યા સીઆરપીડી/સીઆર/2019-20/20 તારીખ 03-01-2020માં નિર્ધારિત પાત્રતા માપદંડો/ શર્તો આધારે.
- રજિસ્ટ્રેશન સમયે ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી જાણકારીની સુદ્ધતાના આધારે.