સરકારનો મોટો નિર્ણય, TETની યોગ્યતા પ્રમાણપત્રની માન્યતા 7 વર્ષથી વધારીને કરવામાં આવી આજીવન
કેન્દ્ર સરકારે ગુરુવારે શિક્ષક પાત્રતા પરીક્ષા(TET) વિશે એક મહત્વનો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે શિક્ષક પાત્રતા પરીક્ષા(TET) વિશે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ટેટના યોગ્યતા પ્રમાણપત્રની માન્યતાને સાત વર્ષથી વધારીને આજીવન કરી દીધી છે. આ આદેશ 2011થી આ પરીક્ષાને પાસ કરી ચૂકેલા બધા ઉમેદવારો પર લાગુ હશે. તમને જણાવી દઈએ કે શિક્ષક પાત્રતા પરીક્ષા એક વ્યક્તિ માટે સ્કૂલોમાં શિક્ષક તરીકે નિયુક્તિ માટે પાત્ર હોવા માટે જરૂરી યોગ્યતાઓમાંથી એક છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે ઘોષણા કરી છે કે વર્ષ 2011થી ટીઈટી(ટેટ)ની આજીવન માન્યતા લાગુ હશે. એટલે કે જે ઉમેદવારોએ 2011માં ટેટ પાસ કરી છે તેમના ટેટ સર્ટિફિકેટ પણ હવે આજીવન માન્ય ગણાશે. પોખરિયાલે કહ્યુ કે શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે રોજગારના અવસર વધારવાની દિશામાં આ એક સકારાત્મક પગલુ હશે.
શિક્ષણ મંત્રીએ કહ્યુ કે જે ઉમેદવારો કે છાત્રોને પ્રમાણપત્રની સાત વર્ષનો સમય પૂરો થઈ ગયો છે તેના વિશે સંબંધિત રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રશાસન ટેટની માન્યતા સમયનુ પુનર્નિધારણ કરવા કે નવા ટેટ પ્રમાણપત્ર જારી કરવા માટે જરૂરી પગલા લેશે. તેમણે કહ્યુ કે આ પગલાંથી શિક્ષણના ક્ષેત્રમાં પોતાનુ કરિયર બનાવવા માટે ઈચ્છુકત ઉમેદવારો માટે રોજરાગના અવસર વધશે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ(એનસીટીઈ)ના 11 ફેબ્રુઆરી 2011ના દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકાર ટીઈટી(ટેટ)નુ આયોજન કરશે અને ટેટ યોગ્યતા પ્રમાણપત્રની માન્યતાનો સમય પરીક્ષા પાસ થવાની તિથિથી સાત વર્ષ સુધીનો હશે.












Click it and Unblock the Notifications
