For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UGCએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર કર્યો, હવે આ પોસ્ટ માટે Phdની જરૂર નહીં!

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોને લઈને મોટો નિર્ણય લીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોને લઈને મોટો નિર્ણય લીધો છે. યુજીસીએ તેના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરતા કહ્યું કે હવે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પણ પીએચડી ડિગ્રી વિના યુનિવર્સિટીમાં ભણાવી શકશે. અગાઉ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે પીએચડીની ડિગ્રી હોવી ફરજિયાત હતી, જે હવે યુજીસી દ્વારા નાબૂદ કરવામાં આવી છે. આ માટે પ્રેક્ટિસના પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર ઑફ પ્રેક્ટિસની પોસ્ટની રચના કરવામાં આવી છે. જે પછી રાજદ્વારીઓ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ ભણાવી શકશે.

ugc

યુજીસીના ચેરપર્સન જગદીશ કુમારે કહ્યું કે ઘણા ક્ષેત્રોના નિષ્ણાતો છે, જેઓ યુનિવર્સિટીઓમાં ભણાવવા માંગે છે. આ એવા લોકો છે જેમણે મોટા પાયા પર કોઈ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હોય અને જમીન પર ઘણો અનુભવ હોય અથવા એવા લોકો હોઈ શકે જે ઉત્તમ ગાયકો, સંગીતકારો, નર્તકો હોય, તે પણ આ નિયમ બદલાયા પછી આગળ વધી શકે છે. પરંતુ હાલના નિયમોને કારણે અમે આ લોકોને યુનિવર્સિટીમાં ભણાવવાની મંજૂરી આપી શકતા ન હતા. તેથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જગદીશ કુમારે કહ્યું કે હવે આવી પોસ્ટ માટે પીએચડીની જરૂરિયાત ખતમ કરવામાં આવી રહી છે. કોઈપણ જે નિષ્ણાત છે અને 60 વર્ષની વય વટાવી ચૂક્યું છે તે 65 વર્ષની ઉંમર સુધી યુનિવર્સિટીમાં ભણાવી શકે છે. ગુરુવારે વિવિધ યુનિવર્સિટીના વીસી સાથેની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આ બેઠક યોજાઈ હતી. યુજીસી કેન્દ્રીય યુનિવર્સિટીઓને ટ્રેક કરવા માટે એક પોર્ટલ બનાવવાનું પણ આયોજન કરી રહી છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2021માં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 10 હજારથી વધુ પદ ખાલી છે.

English summary
UGC has made a big change in the rules, now there is no need for Phd for this post!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X