UGC NET Result: ઓગસ્ટના બીજા સપ્તાહમાં જારી થશે પરિણામ, આ રીતે કરજો ચેક
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) જૂન 2023ની આન્સર કી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ પર રિલીઝ કરવામાં આવી છે. હવે ઓગસ્ટના બીજા સપ્તાહમાં અંતિમ પરિણામ જાહેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જાણકારી ખુદ UGCના ચેરમેન એમ જગદીશ કુમારે આપી છે.
હવે તમામ ઉમેદવારો UGC NET જૂન 2023ની આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. તમે પ્રશ્નપત્ર સાથે તમારી પ્રતિભાવ શીટ પણ ચકાસી શકો છો. તમે ઓનલાઈન મોડમાં પણ તમારો વાંધો ઉઠાવી શકો છો.

ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ધ્યાનમાં લીધા પછી, NTA UGC NET 2023 નું પરિણામ જાહેર કરશે. તમને જણાવી દઈએ કે યુજીસી નેટ 2023ની પરીક્ષા જૂન 2023માં બે તબક્કામાં દેશભરમાં ઓનલાઈન મોડમાં લેવામાં આવી હતી.
UGC ચેરમેન એમ જગદેશ કુમાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, NTA UGC NET 2023નું અંતિમ પરિણામ ઓગસ્ટના બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. એટલે કે 10-15 ઓગસ્ટ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.
આ રીતે ચેક કરો પરિણામ
- UGC NET વેબસાઇટ ugcnet.nta.nic.in ની મુલાકાત લો
- UGC NET જૂન પરિણામ 2023 લિંક પર ક્લિક કરો
- તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ પર ક્લિક કરો. પરિણામ સ્ક્રીન પર દેખાશે
તમને જણાવી દઈએ કે યુજીસી નેટની પરીક્ષા 13 થી 17 જૂન અને ત્યારબાદ બીજી શિફ્ટ 19 થી 22 જૂન દરમિયાન યોજાઈ હતી. ઓનલાઈન ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. હવે તમામ ઉમેદવારો તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
