UKSSSC Recruitment 2020: ગ્રેજ્યુએટ યુવાઓ માટે લેવલ 1 પદ પર નિકળી બંપર ભરતી
UKSSSC Recruitment 2020: ગ્રેજ્યુએટ યુવાઓ માટે લેવલ 1 પદ પર નિકળી બંપર ભરતી
નોકરીની તલાશ કરી રહેલા ગ્રેજ્યુએટ યુવાઓ માટે ગુડ ન્યૂઝ છે. ઉત્તરાખંડ સબઑર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશને વિવિધ પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જે અંતર્ગત લેવલ 1ના પદો પર નિયુક્તી કરવામાં આવસે. યુવાઓને આ પદ પર ભરતી માટે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ અને ટાઈપિંગ આવડતું હોવું જોઈએ. પદોની કુલ સંખ્યા 854 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ sssc.uk.gov.in પર જઈ અરજી કરી શકે છે.

આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી છે. એટલે કે આ તારીખ બાદ કોઈ અરજી નહિ કરી શકે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી લેવાની સલાહ આપવામા આવે છે, જેમાં તમને જરૂરી શૈક્ષણિક યોગ્યતા મુજબ આયુસીમા સહિત બાકીની તમામ જાણકારી વિસ્તારથી મળી જશે.
જરૂરી તારીખ
- ઓનલાઈન જાહેરાત જાહેર થવાની તારીખ- 06 નવેમ્બર 2020
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 10 નવેમ્બર 2020
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2020
- લેખિત પરીક્ષાની સંભાવિત તારીખ- મે 2020
આ ઉપરાંત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ સ્પેશિયલિસ્ટ ઑફિસરના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પર જઈ અરજી કરી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
