UPLA Recruitment 2021: યુપી વિધાનસભા સચિવાલયમાં કેટલાય પદો પર નોકરી

UPLA Recruitment 2021: યુપી વિધાનસભા સચિવાલયમાં કેટલાય પદો પર નોકરી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયમાં નોકરી કરવા માંગતા યુવાઓ માટે ખાસ મોકો છે. અહીં સચિવાલયમાં સમૂહ ખ અને સમૂહ ગ અંતર્ગત કુલ 87 પદ પર ભરતી નિકળી છે. જેને લઈ એક સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ uplegisassemblyrecuitment.in પર જઈ અરજી કરી શકે છે. ઓનલાઈ અરજી કરવાની ડાયરેક્ટ લિંક આ સમાચારની નીચે આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને પણ તમે અરજી કરી શકો છો.

UPLA Recruitment 2021

હજી અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને અરેજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2021 છે. ઉમેદવારોએ અરજી કરવા માટે સૌથી પહેલાં વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે. પછી અરજી કર્યા બાદ ફી ચૂકવણી પણ કરવી પડશે. અરજી શુલ્કની ચૂકવણી કરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2021 છે. એકથી વધુ પદ માટે અરજી કરવાના હેતુસર ઉમેદવારે એકથી વધુ અરજી ફોર્મ અને ફી ચૂકવવી પડશે. સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી 950 રૂપિયા છે.

ભરતી વિવરણ

  • સહાયક સમીક્ષા અધિકારી- 53 પદ
  • વ્યવસ્થાપક- 1 પદ
  • શોધ અને સંદર્ભ સહાયક- 1 પદ
  • સૂચીકાર- 1 પદ
  • સુરક્ષા સહાયક (પુરુષ)- 10 પદ
  • સુરક્ષા સહાયક (મહિલા)- 10 પદ
  • સંપાદક- 1 પદ
  • પ્રતિવેદક- 4 પદ
  • સમીક્ષા અધિકારી- 13 પદ
  • અપર ખાનગી સચિવ- 2 પદ

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જરૂરી શૈક્ષણિક યોગ્યતા અને ઉંમરમર્યાદા સહિત અન્ય કોઈપણ પ્રકારની જાણકારી માટે જાહેરાત જરૂર વાંચવી. જેની ડાયરેક્ટ લિંક આ સમાચારની નીચે આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ ઉપરાંત રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાનમાં પણ કેટલાય પદો પર ભરતી નિકળી છે.

ઑફિશિયલ જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X