UPSCની પ્રીલિમ્સ અને મેઈન્સ પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે પરીક્ષા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)એ સિવિલ સર્વિસ પ્રીલિમ્સ અને મેઈન્સ પરીક્ષાની તારીખોનુ એલાન કરી દીધુ છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)એ સિવિલ સર્વિસ પ્રીલિમ્સ અને મેઈન્સ પરીક્ષાની તારીખોનુ એલાન કરી દીધુ છે. યુપીએસસી તરફથી માહિતી આપવામાં આવી છે કે સિવિલ સેવા પ્રીલિમ્સ પરીક્ષા 4 ઓક્ટોબર, 2020ના રોજ આયોજિત કરવામાં આવશે. યુપીએસસી મુખ્ય પરીક્ષા 8 જાન્યુઆરી 2021ના રોજ થશે. લૉકડાઉનના કારણે પરીક્ષાઓ ટાળવી પડી હતી. ત્યારબાદ શુક્રવારે યુપીએસસીની પરીક્ષાઓ માટે રિવાઈઝ્ડ કેલેન્ડર જારી કરવામાં આવ્યુ છે.

UPSC

સિવિલ સેવા (મુખ્ય) પરીક્ષા 2019 માટે પેન્ડીંગ પર્સનલ ઈન્ટરવ્યુ 20 જુલાઈ 2020થી શરૂ કરવામાં આવશે. સિવિલ સેવા પરીક્ષા 2019 માટે ઈન્ટરવ્યુ 17 ફેબ્રુઆરી 2020થી શરૂ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે આને સ્થગિત કરવી પડી હતી. આ ઉપરાંત એનડીએ એન્ડ એનએ(I) 2020ની પરીક્ષા 6 સપ્ટેમ્બર 2020ના રોજ થશે. વળી, IES/ISS 2020 16 ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે. યુપીએસસીની પ્રીલિમ્સ પરીક્ષા 31 મેના રોજ આયોજિત થવાની હતી. લૉકડાઉનના કારણે પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી હતી. જે બાદ કહેવામાં આવ્યુ હતુ કે નવી તારીખોનુ એલાન જલ્દી કરવામાં આવશે. ઉમેદવાર વધુ માહિતી માટે યુપીએસસીની અધિકૃત વેબસાઈટ પર પણ જઈ શકે છે. વેબસાઈટ પર upsc.gov.inપરીક્ષાનુ નવુ શિડ્યુલ પણ જોઈ શકાય છે.

સિવિલ સર્વિસને દેશની સૌથી વધુ પડકારરૂપ પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લગભગ સાત લાખ ઉમેદવાર યુપીએસસીની પ્રીલિમ્સ પરીક્ષા માટે આવેદન કરે છે. આ વર્ષ લગભગ 10 લાખ લોકોએ યુપીએસસી પ્રીલિમ્સ પરીક્ષા માટે આવેદન કર્યુ છે. લાખોની સંખ્યામાં પરીક્ષાની નવી તારીખની રાહ જોનાર ઉમેદવારની આતુરતાનો આજે અંત આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X