UPSC Recruitment 2022 : વિવિધ પોસ્ટ માટે UPSCએ જાહેર કરી ભરતી, જાણો વિગતો
UPSC Recruitment 2022 ની નોટીફિકેશન અનુસાર, 10 ડિસેમ્બર, 2022 થી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. પાત્ર ઉમેદવારો 29, ડિસેમ્બર 2022 ના રોજ અથવા તે પહેલાં નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે.
UPSC Recruitment 2022 : યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા આર્કાવિસ્ટ સહિત ઘણી પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે. આ માટે UPSC દ્વારા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. આ માટે ઇચ્છુક યોગ્ય ઉમેદવારો UPSC ની ઓફિસિયલ વેબ સાઇટ upsc.gov.in દ્વારા ઓનલાઇ એપ્લિકેશન કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારને 7મા પગાર પંચ અનુસાર પગાર અને માન્ય ભથ્થાનો લાભ મળશે.

UPSC Recruitment 2022 ની નોટીફિકેશન અનુસાર, 10 ડિસેમ્બર, 2022 થી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. પાત્ર ઉમેદવારો 29, ડિસેમ્બર 2022 ના રોજ અથવા તે પહેલાં નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા UPSC નોકરીની નોટીફિકેશનમાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી લેવી જરૂરી છે.

UPSC Recruitment 2022 ની આ જગ્યાઓ પર ભરતી
UPSC દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવા માટે આ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 13 જગ્યાઓ આર્કાઇવિસ્ટની છે.આ સિવાય સ્પેશિયાલિસ્ટ ગ્રેડ III ની 5 જગ્યાઓ અને સાયન્ટિસ્ટ 'B' ની જગ્યા માટે 1 જગ્યા ભરવામાં આવશે.

અરજી ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 25 રૂપિયા ફી ભરવાની રહેશે. અરજી ફી માત્ર રોકડમાં અથવા SBIની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગકરીને અથવા વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચૂકવી શકાશે. SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે કોઈઅરજી ફી નથી.

પસંદગી પ્રક્રિયા
પાત્રતા ધરાવતા અરજદારોને ઇન્ટરવ્યુ અથવા ભરતી કસોટીના આધારે પસંદ કરી શકાય છે. 100 માંથી, UR/EWS કેટેગરીનાઉમેદવારોએ ઓછામાં ઓછા - 50 માર્ક્સ, OBC 45 માર્ક્સ, SC/ST/PwBD 40 માર્ક્સ પ્રાપ્ત કરવા ફરજિયાત રહેશે.












Click it and Unblock the Notifications
