ઈસરોમાં સ્પેસ સાયન્ટિસ્ટ બનવુ હોય તો શું કરવુ? જાણો ક્યારથી અને કેવી રીતે શરૂઆત કરવી?
ભારતનું ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરી ગયુ છે. આ ચંદ્રયાન ભારતના હજારો બાળકોને અવકાશ વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા આપી રહ્યું છે. આજે અમે આ બાળકો માટે જણાવીશું કે ઈસરોમાં વૈજ્ઞાનિક બનવા માટે શું કરવુ અને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ?
જણાવી દઈએ કે, ભારતની ઘણી શાળાઓ અને કોલેજોએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ આયોજિત કર્યું હતું. આ વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધારવા અને રિસર્ચનો જુસ્સો જગાડવા આમ માટે કરવામાં આવ્યું હતું.

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના ટચડાઉનને જોયા પછી ઘણા વિદ્યાર્થીઓએ ISROમાં અવકાશ વૈજ્ઞાનિક બનવાના સપના સેવી રહ્યા છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સ્પેસ સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધી શકે?
અવકાશ વિજ્ઞાની બનવા માંગતા બાળકોએ ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવુ જોઈએ. આના માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતને ફરજિયાત વિષયો તરીકે પસંદ કરવા. ધોરણ 10 પછી આ વિષયોનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા અથવા બીએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષા પાસ કરવામાં મદદ મળશે.
આ સિવાય જો તમે બીટેક અથવા બીએસસી કરવા માંગતા હો તો આ અભ્યાસક્રમો ઓફર કરતી કોલેજો અને યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષા આપો. જે B.Tech માં જવા માગે છે તે JEE Main અથવા JEE Advanced આપી શકે છે.
JEE Main નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને અન્ય વિવિધ કૉલેજ જેવી કૉલેજો માટે યોજાય છે. JEE Advanced ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓ BSc કરવા માગે છે તે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સહભાગી સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકે છે.
આ સિવાય વિદ્યાર્થીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાંથી સંબંધિત સ્ટ્રીમ્સમાં B.Tech પણ કરી શકે છે. કૉલેજ એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બીટેક ઓફર કરે છે. તે 5-વર્ષની ડ્યુઅલ ડિગ્રી આપે છે.
જણાવી દઈએ કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO ઘણી વખત કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજોમાંથી સીધા જ લોકોને નોકરીએ રાખે છે. તે સ્પેસ સાયન્ટિસ્ટ સહિત વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી પરીક્ષાનું પણ આયોજન કરે છે. ઉમેદવારોએ સતત ચેક કરતા રહેવુ જોઈએ અને નોકરી સંબંધિત અપડેટ માટે નિયમિત ઈસરોની વેબસાઈટની મુલાકાત લેવા રહેવુ.












Click it and Unblock the Notifications
