જોક્સ: અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ રસ્તા
અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ રસ્તા.
1. ઘરના વાઇ ફાઇ રાઉટર પાસે જાવ.
2. વાઇ ફાઇ બંધ કરો.
3. થોડી વાર રાહ જુઓ. બધા ત્યાં આવી પહોંચશે!!
---------
આપણો દેશ કેટલો ગરીબ છે તે વાતનો અહેસાસ મને ત્યારે થાય છે જ્યારે...
.
.
.
કોઇ મારી બાઇકને સાફ કરવાનું ગાભું પણ ચોરી જાય છે...

શિક્ષણ- મધુમાખી આપણને શું આપે છે?
બાળકો- મધ
શિક્ષક- બકરી શું આપે?
બાળકો- દૂધ
શિક્ષક - અને કાળી ભેંસ???
બાળકો- હોમવર્ક!!!
-------
નર્કમાં એક જગ્યાએ બહુ બધા લોકો ભેગા થઇને હસી મજાક કરી રહ્યા હતા.
જેનાથી યમરાજ ડિસ્ટર્બ થયા અને તેમણે ચિત્રગુપ્તને બોલાવીને કહ્યું....
યમરાજ- આ કોણ લોકો છે જે નર્કમાં પણ આટલા મઝા કરે છે?
ચિત્રગુપ્ત- યમરાજ, ગુજરાતીઓ છે, તે ક્યાં પણ સેટ થઇ જાય છે!!!












Click it and Unblock the Notifications
