જોક્સઃ આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ
આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ

વરસાદની ઋતુ હતી.
બે ગાંડાએ ધાબા પર સૂવાનો નિશ્ચય કર્યો.
ત્યારે અચાનક વરસાદ થવા લાગ્યો.
એક ગાંડો બોલ્યોઃ અંદર જઈએ. આકાશમાં કાણુ પડી ગયુ લાગે છે.
અબે કોઈ ઈલાજ હોય તો કહે યાર, કેવી રીતે બચીએ આ પાણીથી.
એટલામાં વીજળી કડકી....
બીજો ગાંડો બોલ્યોઃ ચલ સૂઈ જા. લાગે છે વેલ્ડિંગવાળા પણ આવી ગયા છે.
.............................
મહિલાઓ ગરમીમાં ગમે તેટલુ.....
શેરડીનો રસ, લીંબુ પાણી,
ફૂદીનો, કેરીનો રસ,
છાશ, દહીં, લસ્સી પી લે....
પરંતુ ઠંડક તો પિયર જઈને જ મળે છે....
.........................
પહેલાના લગ્ન અને અત્યારના લગ્નના ભોજન વચ્ચે મૂળભૂત અંતર...!
પહેલા જમવાવાળા એક જગ્યાએ રહેતા હતા અને જમવાનું પીરસનારા ફરતા હતા.
અને હવે... પીરસનારા એક જગ્યા પર રહે છે અને જમવાવાળા ગાંડાની જેમ ફરતા રહે છે.












Click it and Unblock the Notifications
