જોક્સ: પત્નીએ રાતના 2 વાગે પતિને જગાડીને પૂછ્યું
પત્નીએ રાતના 2 વાગે પતિને જગાડીને પૂછ્યું.
પત્ની- ફિલ્મ ત્રિદેવમાં કંઇ કંઇ હિરોઇન હતી?
પતિ- માધુરી, સંગીતા અને સોનમ!
પત્ની- સામે વાળા ફ્લેટમાં આવેલી કવિતાને આપણી સોસાયટીમાં આવ્યાને કેટલો સમય થયો ??
પતિ- બે મહિના, પણ તું આ બધુ મને કેમ પૂછે છે??
પત્ની- કારણ કે, આજે મારો બર્થ ડે છે!!!
---------
જસ્ટ જોકિંગ : કેજરીવાલ દિલ્હીના રેસ્ટોરન્ટમાં પેમેન્ટ બાદ વરિયાળી, ખાંડ અને ટૂથપિકને એક મુઠ્ઠીથી વધારે ઉપાડવાને ભષ્ટ્રાચારની શ્રેણીમાં લાવી રહ્યા છે!!

છોકરો- અહીં રિચાર્જની દુકાન ક્યાં છે??
છોકરી- ખબર નહીં, હું તો છોકરાઓ પાસેથી જ કરાવી લઉં છું!!
------
બે પતિઓ વાત કરતા હતા. એક પતિએ બીજાને પૂછ્યું તું તારા લગ્નજીવનથી આટલો સુખી કેમ છે?
પહેલા મિત્ર- હું ને મારી પત્નીએ તમામ કામો વહેંચી દીધા છે. હું મોટા મોટા નિર્ણય લઉં તે નાના નિર્ણયો લે છે.
બીજા મિત્ર- જરા સમજાવ તો. કેવી રીતે???
પહેલા મિત્ર- જેમ કે મારી પત્ની, કંઇ કાર લેવી, ફરવા ક્યાં અને ક્યારે જવું, કેવા સોફા, ફ્રીજ લેવા, કેટલા પૈસા બચાવવા, નોકરાણીને કેટલો પગાર આપવો, ઘરમાં શું લાવવું શું ના લાવવું, તે બધુ તે નક્કી કરે.
બીજા મિત્ર- અને તું !!!
પહેલો મિત્ર- હું મોટા મોટા નિર્ણય લઉં, જેમ કે અમેરિકાએ ઇરાક પર અટેક કરવો જોઇએ કે નહીં, ધોનીએ રિટાર્ડમેન્ટ લેવું જોઇએ કે નહીં, મોદીએ કેવી કેવી પોલિસી કરવી જોઇએ, ભારતનો વિકાસ કેવી રીતે થશે તેવા મોટા નિર્ણય લઉં!!!












Click it and Unblock the Notifications
