જોક્સ: દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા
એક રશિયન આંખોના નંબર તપાસ કરવવા ગયો
ડોક્ટરે તેને લેટર બોડ બતાવ્યું
C Z W X N Q S T A Z K Y
ડોક્ટર - તમે આ વાંચી શકો છો??
રશિયન - વાંચી??? હું તેને ઓળખું છું...મારો કિઝન છે તે!!!
---------
ચંપા: ચા ?
છગન: હા
ચંપા : આદુવાળી ?
છગન: ok
ચંપા : ફુદીનો નાખું?
છગન : ચાલશે
ચંપા : તુલસી નાખુ ? હેલ્થ માટે સારી છે
છગન: એક કામ કર રાય-જીરુ મુકીને વઘાર પણ કરી નાખજે!!!

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.
ડોક્ટર- શું સમસ્યા છે??
દુબેજી- મને કોઇ સમસ્યા નથી! હું તો બાદશાહ અકબર છું...બાદશાહને શું સમસ્યા હોય!...સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે...
ડોક્ટર- તેમની શું સમસ્યા છે??
દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!
---------
સમજમાં નથી આવતું આ કંઇ ઋતુ ચાલે છે...
મચ્છર પર કરડે છે...
ચાદર પણ ઓઢવી પડે છે...
પંખો પણ ચાલુ રાખવો પડે છે...
ગરમ પાણીથી નાહવું પણ પડે છે...
અને ઠંડુ પાણી પીવાની મઝા પણ આવે છે...
.
.
.
લાગે છે કે કોઇ ફિરકી લઇ રહ્યું છે!!












Click it and Unblock the Notifications
