જોક્સ: સાહેબ 5 દિવસની રજા આપોને...
બેંક મેનેજર- આ શું હસ્તાક્ષર કર્યા છે?
"@/e"
પપ્પુ- આ મારા દાદીના હસ્તાક્ષર છે તે આવા જ કરે છે!!!
મેનેજર- એમ...શું નામ છે તેમનું?
પપ્પુ- જલેબીબાઇ!!!!
-------------------------------
ભિખારી- કંઇક ખાવા આપોને!
છોકરી- ટમાટર ખા
ભિખારી- રોટલી આપોને!!!
છોકરી- ટમાટર ખા
ભિખારી- સારું ચલો ટમાટર જ આપી દો...
છોકરીની માં- એ ભાઇ તું જા અહીંથી...આ તોતડી છે.. તે કહે છે કે કમાઇને ખા...!!!

---------------------------------------
નોકર- સાહેબ 5 દિવસની રજા આપોને 3 વર્ષ પછી બિહાર જઉં છું!!
માલિક- ત્યાં જઇને શું કરશે??
નોકર- માલિક, ઘરેથી ચિઠ્ઠી આવી છે કે તારું MBBS પૂરી થઇ ગયું છે આવીને ડિગ્રી લઇ જા!!!
--------------------------------------
શિક્ષક- ભારતીય પરિવારમાં તમામ સદસ્યો એક બીજાને પ્રેમ કરે છે, એક બીજાનું ધ્યાન રાખે છે તે વાતનું કોઇ ઉદાહરણ આપો
ચિંકી- ઉપવાસ એક કરે છે અને સાબુદાણાની ખિચડી બધા ખાય છે!!!












Click it and Unblock the Notifications
