જોક્સ: ફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક છે?
ફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક છે???
ફ્રેન્ડને કહી શકાય છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે
પત્નીને તેવું ના કહેવાય કે તું મારી બેસ્ટ પત્ની છે!!!!
----------
શિક્ષક- એક ટોકરીમાં દસ કેરી છે. તેમાંથી ત્રણ કેરી સડી ગઇ તો કેટલી કેરી બચી???
બકો- દસ.
શિક્ષક- દસ કેવી રીતે !!!
બકો- કેરી સડે તો પણ કેરી જ રહેવાની કંઇ કેળું થોડીને થઇ જવાની!!!

એક અરબ, ગુજરાતી છોકરીના પ્રેમમાં પડ્યો અને તેણે તેની જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે છોકરીના બાપને મળવા ગયો.
અરબી- તમારી છોકરી ધણી સુંદર છે. હું તેને પ્રેમ કરું છું. જો તમે તેની સાથે લગ્ન કરવાની પરવાનગી આપો તો હું તમને તેના વજન બરાબર સોનું આપીશ!!
ગુજરાતી બાપ- મને થોડો સમય જોઇએ છે.
અરબી- વિચારવા માટે..???
ગુજરાતી બાપ- ના...ના...તેનું વજન વધારવા માટે!!!!!
-----------
ગણેશચતુર્થી સ્પેશ્યલ, મુંબઇના ગુજરાતીઓએ ગણપતિ બાપ્પા માટે બનાવેલું સ્પેશ્યલ જોડકણું
1. તપેલીમાં શીરો
ગણપતિ બાપ્પા હિરો
2. વિડીયોકોન સેમસંગ
ગણપતિ બાપ્પા હેન્ડસમ
3. સેવ જલેબી ફાફડા
ગણપતિ બાપ્પા આપડા
4 વાટકામાં ચીંગમ
ગણપતિ બાપ્પા સિંગમ
5. ચીન હોય કે કોરિયા
ગણપતિ બાપ્પા મોરિયા.












Click it and Unblock the Notifications
