મેગી પર બનેલા ગુજરાતી જોક્સ
મેગી એકલી તેવી ફિમેલ હતી
જે બે મિનિટમાં તૈયાર થઇ જતી હતી
------
ડોક્ટર- આટલો દારૂ કેમ પીતા હશો કે લીવર બગડી જાય
દર્દી- સાહેબ, હું દારૂ પીતો જ નથી
ડોક્ટર- અચ્છા, તો મેગી ખાતો હશે!!

------
ભિખારી- ભગવાનના નામે કોઇ ખાવા આપો?
સ્ત્રી- ઊભો રહે, બે મિનિટમાં આવું છું, ખાવાનું લઇને
ભિખારી- બે મિનિટ બાદ મેગી લઇને તો નહીં આવો ને!!!
-----
એક છોકરો, છોકરી જોવા ગયો. પરિવારજનોની વચ્ચે છોકરાની મમ્મીએ છોકરીને પૂછ્યું
છોકરાની માં- તને ખાવાનું બનાવતા આવડે છે?
છોકરી- હા
છોકરાની માં - શું શું બનાવતા આવડે છે?
છોકરી- મસાલા મેગી, પનીર મેગી, સૂપી મેગી..
છોકરાની માં- બેટા ચલ ઘરે, તું કુંવારો જ સારો.












Click it and Unblock the Notifications
