જોક્સ: એક પત્રકાર ખેડૂતનો ઇન્ટરવ્યૂ લઇ રહ્યો હતો
એક ટી.વી. પત્રકાર એક ખેડૂતનો ઇન્ટરવ્યૂ લઇ રહ્યો હતો...
પત્રકાર- તમે તમારી બકરીને શું ખવડાવો છો?
ખેડૂત- કંઇ વાળી કાળી કે સફેદ?
પત્રકાર- સફેદ બકરીને!
ખેડૂત- ઘાસ
પત્રકાર- અને કાળી બકરીને?
ખેડૂત- ઘાસ
પત્રકાર- તમે તમારી બકરીઓને ક્યાં બાંધો છો?
ખેડૂત- કઇ વાળી કાળી કે સફેદ?
પત્રકાર- સફેદ!
ખેડૂત- ઘરની બહાર
પત્રકાર- અને કાળીને?
ખેડૂત- તેને પણ ઘરની બહાર!!!
પત્રકાર- તમે તમારી બકરીઓને ક્યાં નવડાવો છો???
ખેડૂત- કંઇ વાળી કાળી કે સફેદ???
પત્રકાર- સફેદ!!!
ખેડૂત- તળાવના કિનારે
પત્રકાર- અને કાળીને???
ખેડૂત- તેને પણ તળાવના કિનારે જ !!!
પત્રકારને હવે ગુસ્સો આવ્યો તેણે કહ્યું ક્યારનો શું કાળી, સફેદ, કાળી, સફેદ કરે રાખે છે બન્નેને બધુ એક જેવું તો કરાવે છે પછી કેમ ફોકટનું પૂછે છે???
ખેડૂત- કારણ કે કાળી બકરી મારી છે!!!
પત્રકાર- એમ, તો સફેદ બકરી કોની છે???
ખેડૂત - તે પણ મારી જ છે!!!
પત્રકાર બેહાશ...
------------
રામુ રોજ તેના માલિકની દારૂની બોટલમાંથી દારૂ નીકાળીને પી જતો અને તેમાં પાણી મેળવીને મૂકી દેતો. માલિકને પણ તેની પર શક હતો પણ તે કંઇક કરી નહતો શકતો..એક દિવસ માલિકેને એક આઇડિયા આવ્યો
રામુ જ્યારે રસોડામાં કામ કરી રહ્યો હતો. અને માલિક તેની પત્ની જોડે બેડરૂમમાં હતો. ત્યારે માલિકે રામુને બેડરૂમમાંથી અવાજ લગાવીને કીધું
માલિક- રામુ!
રામુ- હા માલિક!
માલિક- એક કામ કર મારી દારૂની બોટલમાંથી દારૂ પીને તેમાં પાણી ભરીને પાછી મૂકી દે!
રામુ એ કોઇ જવાબ ના આપ્યો
માલિક- રામુ સાંભળે છે કે નહીં??
રામુ ચૂપ
માલિક રસોડામાં આવ્યો અને કહ્યું મેં જે કહ્યું તને સંભળાયું??
રામુ- માલિક રસોડામાં ખાલી નામ જ સંભળાય છે તે પછીની કોઇ વાત નથી સંભળાતી!
માલિક- એમ શાણપટ્ટી બતાવે છે! જો સાબિત કરી દઉં તો..જા તું બેડરૂમમાં જઇને મને સવાલ પૂછ..જોવું છું કેવું નથી સંભળાતું...
રામુ બેડરૂમમાં ગયો. માલિકે રસોડામાંથી અવાજ કર્યો
માલિક- રામુ
રામુ- હા માલિક
રામુ એ ત્યાંથી સવાલ કર્યો
રામુ- માલિક નોકરાણી સાથે કોણ લોંગ ડ્રાઇવ પર જાય છે?
રસોડામાંથી કોઇ જવાબ ના આવ્યો
રામુ- કોણે નોકરાણીને નવો મોબાઇલ અપાવ્યો??
ફરી અંદરથી કોઇ જવાબ ના આવ્યો. પછી રામુ અને માલિક બહાર આવ્યા
માલિક- સાચી વાત રામુ રસોડામાં ખાલી નામ જ સંભળાય છે. અજીબ ચમત્કાર છે આ...