ભૂતને વળગ્યો માણસ

થોડી વારમાં ભાનમાં આવી બીજા ભૂતો ને અડી ગયું...
કોઇ ના પકડે વાળ તો કોઇ ના પકડે કાન..
સુધ સુધ બુધ કઇ રહી નહીં ને ભુલી ગયું એ ભાન....
કરી ધમાચકડી બરોબરની બધા ભૂત થયા પરેશાન
વાત વાત મા ગાળો ભાંડે ને ભૂતો ને કરે હેરાન
સિગારેટ પીવે, દારૂ પીવે, ગીત કોલાવેરી ગાય...
ભૂત ચડ્યા ચકરાવે આનો કરવો શો ઉપાય....
એક તાંત્રીક ભૂત વડીલ આવ્યા એની પાસ...
પાસે બેસી આંખો જોઇ ને સમજ્યા એને ખાસ....
કાન મા જઇ ને મંત્ર બોલ્યા પાસે રાખી ફાનસ...
વડીલ ભૂત તરત બોલ્યા ભાઇ આને વળગ્યો માણસ....
ભૂત સમુદાય આખા મા માણસ નો ભારે ડર....
એક વાર જો વળગી જાય તો કરી નાંખે એ ઘર...
ભૂત પડ્યા પગમા બાબા કરો કાંઇ ઉપાય....
તમે જે કહો તે કરી દઇએ પણ કેમ કરી આ જાય...
થોડુ વાંચી થોડુ વિચારી બોલ્યા વડીલ ભૂત...
બધુ નિકાળવુ સારુ પણ આ માણસ ની બહુ માથાકુટ
જીન્સ લાવ્યા ટી-શર્ટ લાવ્યા ઉપર પહેરાવ્યો શુટ
ગોગલ્સ પહેરાવ્યા, ઘડીયાલ પહેરાવી,પહેરાવ્યા મોજા ને બુટ
સરસ મજાનુ પાકીટ આપ્યુ, હાથમાં આપ્યો રૂમાલ.....
સિગારેટ સળગાવી મોમા નાંખી ઓળાવી આપ્યા બાલ...
રસરોટલી ને પુરી જમાડી વળી ટામેટા નો આપ્યો સુપ....
પીંપળા નીચે દીવો કરી પાણી પુરી નો કર્યો ધુપ......
ગુનો અમારો ભુલી જાઓ આપો નહીં સંતાપ...
મસ્તક નમાવી વિનવીએ ભૂતો ને કરી દો માફ ....
ખુબ મનાવી હાથ જોડી માણસ ને છોડ્યો બજાર....
થોડી વાર મા પાછો આવ્યો. જવાના રૂપીયા માગ્યા હજાર....
ભાવ ચાલે છે પાંચ હજાર નો પણ માંગુ છું ફક્ત હજાર..
સાણા થઇ ને આપો નહીં તો સ્મશાન મા કરું બજાર....
ભૂત બધા કાંપવા લાગ્યા થયા ઠંડા ગાર....
સ્મશાન ની ચીલ્લડ ભેગી કરી આપ્યા રુપીયા હજાર,...
રુપીયા આપી બહુ સમજાવ્યો પછી જવા થયો તૈયાર
ઢોલ વગાડી વાજતે ગાજતે લઇ આવ્યા સ્મશાન ની બહાર...
તિલક કર્યુ હાર પહેરાવ્યો નારિયેળ લગાવ્યા ચાર...
હિન્દી ફિલ્મ નુ ગીત વગાડી કરી આવ્યા નદી પાર...
ભૂત બિચારુ ભાન મા આવી ભાગ્યુ સ્મશાન ધામે
ભૂલ થઇ ગઇ બહુ મારી નહીં આવુ માણસની સામે...
-સોહમ ઠાકર
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
