જોક્સ: કવિ પતિએ રોમાન્ટિક થઇને પત્નીને કહ્યું...
એક સ્કૂટરની પાછળ લખ્યું હતું "Press"
ટ્રાફિક પોલિસ: ભાઇ, કયા છાપામાં કામ કરે છે?
સ્કૂટરવાળો: સાહેબ, હું તો ખાલી ધોબી છું, સોસાયટીના કપડા "Press" કરું છે!!!!
--------------------
કવિ પતિએ રોમાન્ટિક થઇને પત્નીને કહ્યું
"પ્રિયે હું તારા માટે જાન પણ આપી દઉં"
ટિપિકલ પત્ની- તે તો કોઇ પણ આપી દે....હિંમત હોય તો મારી સાથે આખી જીંદગી જીવીને બતાવ!!!

પતિ- નાથૂરામ ગોડસેથી તારો શું સંબંધ છે?? સગો હતો તારો??
પત્ની- અચાનક, આવું કેમ પુછો છો?
પતિ- તો શું, તું મારા ખિસ્સામાંથી પકડી પકડીને "ગાંધીજી"ને પૂરા કરે છે!!!!
-----------
એક વાર રાતના 2 વાગ્યે એક દંપતિનું બાબો જોરજોરથી રડવા મંડયો, એટલે પતિએ પત્ની ને કહ્યું " આને છાનો રાખ આજુબાજુ વાળા પડોશી જાગી જશે"
તો પત્નીએ જોર જોર થી હાલરડું ગાવાનું ચાલુ કર્યું એટલે બાબો તો દિગ્મુઢ થઈ શાંત થઈ ગયો પણ થોડી વારમાં કોઇએ ઘરનું બારણું ખખડયુ.
બન્ને પતિ પત્નીએ જઇ બારણું ખોલ્યું તો આજુબાજુ ના પડોશીઓ ઊભા હતા. અને પતિ પત્નીને જોઈ બધા એટલુ જ બોલ્યા...
" બાબો ભલે રોતો!! વાંધો નહીં પણ આવો જુલ્મ ના કરો!!!"












Click it and Unblock the Notifications
