બોલીવૂડના આ 10 સેલેબ્રિટીને છે ટ્વિટર ફેસબૂકથી નફરત

"તમે જેવું ટ્વિટ કરો છો તમે તેવા જ વ્યક્તિ છો" તેવું કહ્યું હતું એક જાણીતી અમેરિકન મિડિયા પર્સનાલિટી જર્મની કેન્ટે.

અને વાત પણ સાચી છે કે હવે ટ્વિટર એક તેવું પાવરફૂલ મિડિયમ કે જેમાં તમારા શબ્દો તમારું ઓપિનિયન બની ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને દુનિયાના અનેક પ્રસિદ્ધ નેતા, સેલેબ્રિટી આ મિડિયમને પોતાના પ્રચાર પ્રસાર માટે ઉપયોગમાં લે છે.

ત્યારે આપણા બોલીવૂડમાં કેટલાક તેવા પણ સેલેબ્રિટી છે જે આજના આધુનિક જમાના પણ પણ આ સોશ્યલ મિડિયાની દૂર ભાગે છે. તેમની પાસે ના તો પોતાનું ટ્વિટર અકાઉન્ટ છે ના જ ફેસબૂક અકાઉન્ટ. તો જાણો કયા કયા નામી સ્ટાર આ લીસ્ટ છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર આજના જમાનો સ્ટાર છે. યંગ અને પોપ્યુલર હોવા છતાં પણ રણબીર કપૂર સોશ્યલ મીડિયાથી દૂર ભાગે છે. તો બીજી તરફ તેના પિતા રિશી કપૂર મોટો પ્રમાણમાં ટ્વિટ પર લખતા રહેતા હોય છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફ પણ તેના બોયફ્રેન્ડ રણબીરની જેમ જ પર્સનલ લાઇફને લાઇમ લાઇટથી દૂર જ રાખવા માંગે છે. તેનું પણ અધિકૃત ટ્વિટર કે ફેસબુક અકાઉન્ટ નથી.

કરીના કપૂર

કરીના કપૂર

ભાઇના જેવી બેન. કરીના કપૂરનું પણ માનવું છે કે તેની પ્રાઇવેટ લાઇફમાં તેને કોઇની દખલ પસંદ નથી. અને માટે જ આટલી પોપ્યુલર હોવા છતા બેબો સોશ્યલ મિડિયાથી દૂર રહે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા હંમેશા સોશ્યલ મિડિયામાં લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે. વિદેશમાં અને ભારતમાં પણ તેની પ્રખ્યાતિ દૂર દૂર સુધી છે. તેના પતિ અને સસરા અવારનવાર ટ્વિટર ફેસબુક પર કમેન્ટ કરતા રહેતા હોય છે પણ આ બચ્ચન વહુ માટે સોશ્યલ મીડિયા છે બીગ નો નો.

કંગના રાણાવત

કંગના રાણાવત

તનુ વેડ્સ મનુની આ સ્ટાર આટલી લોકપ્રિય છે પણ તેમ છતાં તે ટ્વિટર અને ફેસબુકના નામથી તે હંમેશા દૂર જ ભાગતી રહે છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ટેલીવિઝન એકટ્રેસથી બોલીવૂડની સુપરસ્ટાર સુધીની સફરમાં વિદ્યા બાલને કદી પણ સોશ્યલ મિડિયાનો સહારો નથી લીધો. વિદ્યાના મતે આ છે વેસ્ટ ઓફ ટાઇમ.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

ઇમરાન ખાને ટ્વિટર અને ફેસબુકથી પોતાની જાતને હંમેશા દૂર જ રાખી છે. તે પણ માને છે કે સેલેબ્રિટી હોવાનો મતલબ તે નથી કે બધું જ બધાને કહેવું.

આદિત્ય ચોપડા

આદિત્ય ચોપડા

જાણીતા પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર આદિત્ય ચોપડા હંમેશા જાહેર જીવનથી દૂર જ રહે છે. અને માટે તે સોશ્યલ મિડિયાથી પણ દૂર જ રહેવા માંગે છે.

સંજય લીલા ભણસાળી

સંજય લીલા ભણસાળી

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાવરફૂલ ડાયરેક્ટરમાંથી એક એવા સંજય, આમ તો બધી જ જગ્યાએ પોતાની હાજરી વર્તાવે છે પણ સોશ્યલ મિડિયાનું નામ આવતા જ છટકડું શોધી લે છે.

રાની મુખર્જી

રાની મુખર્જી

પતિ આદિત્ય ચોપડાની જેમ રાની મુખર્જી પણ સોશ્યલ મિડિયાથી દૂર રહે છે.

સાજીદ નડિયાદવાલા

સાજીદ નડિયાદવાલા

આ જાણીતા પ્રોડ્યૂસર નડિયાદવાલાએ અનેક જાણીતી ફિલ્મો આપી છે. તેમની મોર્કેટિંગ અને પ્રમોટિંગ સ્ટાઇલ પણ બધા વખાણે છે પણ પોતાને સોશ્યલ સાઇટ પર પ્રમોટ કે માર્કેટ કરવાનું સાજીદને પસંદ નથી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X