Unseen Pics : પ્રકાશની દીપિકા કે દીપિકાના પ્રકાશ?
મુંબઈ, 5 જાન્યુઆરી : આજે બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે 29 વર્ષના થઈ ગયાં. જો બૉલીવુડમાં આજે સૌથી સફળ અભિનેત્રીઓની યાદી બનાવવામાં આવે, તો કદાચ દીપિકાનું નામ ટોચે જ રાખવું પડશે. પોતાની દરેક ફિલ્મથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર દીપિકા પોતાના સૌંદર્ય માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. પોતાના લુક્સના કારણે દીપિકાએ બહુ હૅડલાઇન્સ મેળવી છે.
દીપિકા પાદુકોણેએ જ્યારે બૉલીવુડમાં એન્ટ્રી કરી, ત્યારે તેમની ઓળખ ભારતના જાણીતા બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેની દીકરી તરીકે અપાતી હતી. દીપિકાનો કોઈ ફિલ્મી બૅકગ્રાઉંડ નહોતો. તેમની માત્ર એટલી જ ઓળખ હતી કે તેઓ પ્રકાશ પાદુકોણેના દીકરી છે, પરંતુ દીપિકાએ બૉલીવુડમાં એવો મુકામ હાસલ કર્યો કે આજે તેમને પોતાની ઓળખ બતાવવા માટે પિતાના નામની કદાચ જરૂર નથી પડતી. ઉલ્ટાનું હવે એમ કહેવાય છે કે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણે છે કે જેઓ ભારતના એક વખતના જાણીતા બૅડમિંટન ખેલાડી હતાં.
યુવા દિલોની ધડકન દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013 ચાર-ચાર ફિલ્મોની સફળતા સાથે સૌથી સફળ રહ્યું,તો 2014માં પણ બે સફળ ફિલ્મોની સફળતા સાથે તેઓ જ બૉલીવુડમાં છવાયેલા રહ્યાં અને 2015 પણ તેમના માટે મહત્વનું વર્ષ રહેવાનું છે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં અમિતાભ બચ્ચન સાથે પીકૂ, રણવીર સિંહ સાથે બાજીરાવ મસ્તાની તથા રણબીર કપૂર સાથે તમાશાનો સમાવેશ થાય છે.
ખેર, આજે બૉલીવુડ ક્વીનના જન્મ દિવસે જુઓ તેમની 10 એવી તસવીરો કે જે આપે ક્યારેક જ જોઈ હશે :

ટોચની અભિનેત્રી
આજે એક્ટ્રેસ અભિનેત્રી દીપિકા પાદુકોણેનો જન્મ દિવસ. પોતાના ટુંકા બૉલીવુડ કૅરિયરમાં મોટી-મોટી હિટ ફિલ્મો આપી દીપિકા ટોચના અભિનેત્રી બની ચુક્યા છે.

મૉડેલિંગમાંથી એક્ટિંગ
દીપિકાએ પોતાના કૅરિયરની શરુઆત મૉડેલિંગથી કરી અને 2006માં તેમની પ્રથમ ફિલ્મ ઐશ્વર્યા રિલીઝ થઈ કે જે કન્નડ હતી. 2007માં ઓમ શાંતિ ઓમ દ્વારા તેમણે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું.

બૅડમિંટન ખેલાડી
દીપિકાનો જન્મ 5મી જાન્યુઆરી, 1986ના રોજ ડેન્માર્ક ખાતે થયો હતો. તેઓ જાણીતા બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેના દીકરી છે. દીપિકા બૅડમિંટન ખેલાડી છે.

2013 બેસ્ટ
દીપિકાના બૉલીવુડ કૅરિયરમાં 2013 સૌથી બેસ્ટ રહ્યું કે જેમાં તેમની ચાર ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા સુપર હિટ રહી હતી.

ફ્રેંડશિપ-અફૅર્સ
દીપિકા પાદુકોણે પોતાની ફ્રેંડશિપ અને અફૅર્સના કારણે ચર્ચામાં રહે છે. સોનમ સાથે તેમની મૈત્રી કોણ ભુલાવી શકે, તો બૉયફ્રેન્ડ્સની યાદી બહુ લાંબી છે.

કંટ્રોવર્સી ક્વીન
એક્ટિંગ સાથે જ દીપિકા કંટ્રોવર્સી ક્વીન પણ છે. તેમના બૉયફ્રેન્ડ્સની લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, રણબીર પૂર, સિદ્ધાર્થ માલ્યાથી લઈ રણવીર સિંહનો સમાવેશ થાય છે.

પપ્પાની નજીક
દીપિકા પરિવારની ખૂબ નજીક છે. ખાસ તો પપ્પા પ્રકાશ પાદુકોણેની બહુ નજીક છે. નવું વર્ષ દીપિકાએ માલદીવ ખાતે પોતાના પરિવાર સાથે ઉજવ્યું.

શાહરુખ સાથે હિટ
દીપિકા શાહરુખ સાથે ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ અને હૅપ્પી ન્યુ ઈયર આમ ત્રણ સુપર હિટ ફિલ્મો કરી ચુક્યાં છે.

આ વર્ષે 3 ફિલ્મો
દીપિકાની વર્ષ 2015માં ત્રણ ફિલ્મો આવશે. તેમાં સંજય લીલા ભાનુશાળીની બાજીરાવ મસ્તાની, શૂજીત સરકારની પીકૂ અને ઇમ્તિયાઝ અલીની તમાશાનો સમાવેશ થાય છે.

સ્વબળે ઓળખ
બૉલીવુડમાં દીપિકાએ સ્વબળે ઓળખ સ્થાપિત કરી. તેમની પાસે ફિલ્મી બૅકગ્રાઉંડ નહોતો. ઑલ ધ બેસ્ટ એન્ડ અગેન હૅપ્પી બર્થ ડે દીપિકા...












Click it and Unblock the Notifications
