For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂને સ્પષ્ટ ના કહે છે આ બોલીવૂડ સેલેબ્રિટી

|
Google Oneindia Gujarati News

પહેલા દારૂ ના પીવો તે શાનની વાત ગણાતી. પણ પછી ક્લચર તેવું થઇ ગયું કે વચ્ચે વચ્ચે મિત્રો સાથે એક-બે ડ્રિંક પી લીધું તો શું ખોટું કર્યું! તેમાં પણ બોલીવૂડ એક તેવી જગ્યા છે. જ્યાં દારૂની પાર્ટીઓ થતી રહે છે. અને અનેક બોલીવૂડ સેલેબ્રિટી માટે દારૂ પીવો એક નોર્મલ વાત છે.

પણ આ બધા તમા-જામની વચ્ચે કેટલાક તેવા પણ સેલેબ્રિટી છે જે તેમના સ્વાસ્થયને વધુ મહત્વ આપે છે. અને તે માટે જ તે દારૂને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે.

વધુમાં તે વાત તો બધા જ જાણે છે કે જો સારું ફિઝિક્સ બનાવું હોય તો આલ્કોહોલને તો ના કહેવું પડશે. માટે જ કેટલાક હિરો અને હિરોઇનોએ દારૂ પીવા મામલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. ત્યારે આ કયા કયા સેલેબ્રિટી છે જેમણે દારૂને ના કહીને યંગ જનરેશનને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

આ ક્યૂટ હિરોઇનને રિયલ લાઇફમાં દારૂ પીવો બિલકુલ પસંદ નથી.

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ સિગરેટ અને દારૂ બિલકુલ નથી પીતા. તેમને પોતાની ફિટનેસ સૌથી વધુ પ્રિય છે અને માટે જ તે આ તમામ વસ્તુઓથી દૂર રહે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

ફીટ અને સ્લીમ ટ્રીમ રહેવા માટે દિપીકા પણ દારૂ પીવાનું ટાળે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન તેમના ઓપરેશન બાદ ખાવા પીવાને લઇને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમણે લાંબા સમયથી દારૂ, સિગરેટને બાય બાય કહી દીધું છે. વધુમાં તેમણે માંસાહારનો ત્યાગ કર્યો છે અને તે હવે એક પક્કા શાકાહારી છે.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુ ફિટનેસ ફ્રિક છે. અને માટે જ આ એક્ટ્રેસ દારૂ નથી પીતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

આ યંગ સ્ટારને એક હેલ્થી લાઇફસ્ટાઇલ પસંદ છે. અને માટે જ તે દારૂ પીવાનું ટાળે છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષીને તે વાત સારી રીતે ખબર છે કે કેટલું મુશ્કેલ છે સ્લીમ ટ્રીમ બોડીને રાખવું. માટે જ તે દારૂથી દૂર જ રહે છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

પિતા બન્યા બાદ અભિષેક બચ્ચને પણ દારૂ જેવા માદક દ્રવ્યોથી એક દૂરી બાંધી લીધી છે.

સોનુ સૂદ

સોનુ સૂદ

સોનૂ સૂદ તેના ફીટ બોડી અને એબ માટે પ્રખ્યાત છે. અને તેણે પણ બોડી જાણવી રાખવા માટે દારૂને ના કહી દીધી છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર સિગરેટ, દારૂ જેવી વસ્તુઓથી દૂર રહે છે. જે વાત બધા જ જાણે છે.

English summary
We all have this notion that Bollywood actors love to party and are fond of drinking alcohol. But there are celebrities who have set an example for younger generation and proved that it is not that hard to be a teetotaller in tinsel town.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X