12 સુપરસ્ટાર કિડ્સ..બોલ્ડ & ગ્લેમરસ, પોપ્યૂલારિટીમાં ઝીરો

Written By:
Subscribe to Oneindia News

શાહિદ કપૂર ની મીશા હોય, કરીના કપૂર ખાનનો તૈમુર કે શાહરૂખનો અબ્રામ. આ સ્ટારકિડ્સ હજુ કંઇ બોલી શકે એ પહેલાં જ મીડિયામાં એટલા પોપ્યૂલર થઇ ચૂક્યાં છે કે ન પૂછો વાત. આ સ્ટારકિડ્સને વગર કોઇ પ્રયત્ને કોઇ સુપરસ્ટાર જેટલું મીડિયા અટેન્શન મળે છે.

યંગ સ્ટાર કિડ્સમાં જોઇએ તો શ્રીદેવીની જ્હાનવી કપૂર, અમિતભની પૌત્રી નવ્યા નંદા, સૈફની સારા અલી ખાન, શાહરૂખના બાળકો આર્યન અને સુહાના ખાન વગેરેને ખાસું મીડિયા અટેન્શન મળે છે અને તેઓ પણ કેમેરાથી ખચકાતા નથી. પરંતુ બોલિવૂડમાં કેટલાક એવા સ્ટારકિડ્સ પણ છે, જે સુંદર અને ગ્લેમરસ હોવા છતાં મીડિયાથી દૂર રહે છે.

અગસ્થ્ય નંદા

અગસ્થ્ય નંદા

અમિતાભની પુત્રી શ્વેતા નંદાનો પુત્ર અને નવ્યાનો ભાઇ અગસ્થ્ય નંદા મીડિયાથી દૂર જ રહે છે. તેની તસવીરો ભાગ્યે જ જોવા મળે છે. નવ્યા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ તેની બર્થ ડે પાર્ટીના ફોટા ખૂબ વાયરલ થયા હતા. પરંતુ અગસ્થ્ય વિશે કોઇ ખબર ભાગ્યે જ સાંભળવા મળે છે.

ઇરા ખાન

ઇરા ખાન

આ છે આમિર ખાનની પુત્રી ઇરા ખાન. તે અત્યંત સુંદર છે, પરંતુ મોટેભાગે લાઇમ લાઇટથી દુર જ રહે છે. ક્યારેક ક્યારેક તે આમિર ખાન સાથે કોઇ સોશિયલ ઇવેન્ટમાં જોવા મળે છે, પરંતુ આ સિવાય તે મીડિયાથી દૂર રહે છે.

ત્રિશાલા દત્ત

ત્રિશાલા દત્ત

સંજય સત્તની દિકરી ત્રિશાલા દત્તને મીડિયા પૂરું અટેન્શન આપે છે, પરંતુ તે મીડિયાથી દૂર ભાગે છે. ત્રિશાલા અત્યંત ગ્લેમરસ છે, પરંતુ તેને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી.

દિશાની ચક્રવર્તી

દિશાની ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીની દિકરી દિશાની સુંદરતા અને બોલ્ડનેસમાં જ્હાનવી કે સારા અલી ખાનથી ઉણી ઉતરે એમ નથી. તે હાલ ફિલ્મ મેકિંગ શીખી રહી છે, તે પણ કેમેરા અને લાઇમલાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

સાક્ષી ખન્ના

સાક્ષી ખન્ના

વિનોદ ખન્નાના નાનો પુત્ર સાક્ષી ખન્ના ખૂબ હોટ અને ગ્લેમરસ છે. વિનોદ ખન્નાની હોસ્પિટલની જે તસવીર વાયરલ થઇ હતી તેમાં સાક્ષી પણ તેમની સાથે જોવા મળ્યો હતો. આ સિવાય તેમને ક્યારેય ખાસ મીડિયા અટેન્શન નથી મળ્યું.

ઇદા અલી

ઇદા અલી

પોપ્યૂલર ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલીની દિકરી ઇદા અલી ખૂબ સુંદર અને ક્યૂટ છે. પોતાના પિતાની માફક જ તે પણ લાઇમલાઇટથી દૂર જ રહે છે.

અંશુલા કપૂર

અંશુલા કપૂર

અર્જુન કપૂરની બહેન અને બોની કપૂરની દિકરી અંશુલા પણ મીડિયાથી દૂર રહે છે. અર્જુન કપૂર પોતાની બહેનની ખૂબ નજીક છે અને માતાના મૃત્યુ પછી તે જ અર્જુનનું પીઠબળ છે.

અલવીરા જાફરી

અલવીરા જાફરી

જાવેદ જાફરીની પુત્રી અલવીરા જાફરી. અલવીરા ખૂબ ગ્લેમરસ છે, સુંદર પણ છે; આમ છતાં તેને જોઇએ એટલું મીડિયા અટેન્શન નથી મળતું.

આયુષ્માન સેઠી

આયુષ્માન સેઠી

અર્ચના પુરણ સિંહ અન પરમીત સેઠીનો આ પુત્ર હવે ખાસો મોટો થઇ ગયો છે અને ખુબ હેન્ડસમ પણ છે. પરંતુ તે ભાગ્યે જ કેમેરા સામે આવે છે.

શનાયા કપૂર

શનાયા કપૂર

અનિલ કપૂરના ભાઇ સંજય કપૂરની દિકરી શનાયા પણ ખૂબ સુંદર અને ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, પરંતુ મીડિયાથી હંમેશા દૂર રહે છે.

પ્રૂતન

પ્રૂતન

નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની દિકરી પ્રૂતન ખૂબ સુંદર છે. આમ છતાં તે હંમેશા કેમેરાથી દૂર રહે છે. તેને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી.

અહાન પાંડે

અહાન પાંડે

એક્ટર ચંકી પાંડેનો ભત્રીજો અને શાહરૂખના દિકરા આર્યનનો મિત્ર અહાન પાંડે પણ કેમેરા સામે ખાસ જોવા નથી મળતો. આર્યનને ખાસું મીડિયા અટેન્શન મળે છે, પરંતુ અહાન ક્યારેય લાઇમલાઇટમાં આવ્યો નથી.

અલાના પાંડે

અલાના પાંડે

અલાના પાંડે અહાનની બહેન અને ચંકી પાંડેની ભત્રીજી છે. અત્યંત બોલ્ડ અને સુંદર અલાના પણ લાઇમલાઇટમાં ક્યારેય આવી નથી.

અહીં વાંચો

અહીં વાંચો

અનુષ્કાના આ Rare Photos જોઇ વિરાટ પણ થઇ જશે દંગ!

અનુષ્કા શર્માના મોડેલિંગના દિવસોની આ કેટલીક રેર તસવીરો જોઇને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. બોલિવૂડમાં આવતાં પહેલાં અનુષ્કા ઇન્ડિયાની ટોપ મોડેલ્સમાંની એક હતી.

English summary
12 lesser known star kids of Bollywood. See Pictures.
Please Wait while comments are loading...