• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2013ની સૌથી મોટી બ્રેકઅપ સ્ટોરીઃ રિતિક-સુઝાન

|

વર્ષ 2013 બસ અમુક દિવસનું મહેમાન છે. આ વર્ષે બૉલીવુડને ઘણું બધું આપ્યું છે તો ઘણું બધું પોતાની સાથે લઇને પણ જઇ રહ્યું છે. ફિલ્મી કેનવાસ પર આ વર્ષ એક મિશ્ર પ્રતિક્રિયા સાથે નોંધાયેલુ છે. આ વર્ષે જ્યાં અનેક ફિલ્મોએ સહેલાયથી કરોડોની કમાણી કરી તો બીજી તરફ આ વર્ષે અનેક ઘરો પણ તૂટ્યા. જેમાં સૌથી મોટા દુખઃદ સમાચાર આવ્યા રોશન પરિવારમાંથી.

લાંબા સમયથી રિતિક રોશનની કોઇ ફિલ્મે 200 કરોડની કમાણી કરી, પરંતુ જ્યાં રોશનના ચાહકો ક્રિશ 3ની કમાણીથી ખુશ થઇ રહ્યાં હતા, ત્યાં બીજી તરફ રોશનના ઘરમાં માતમ જેવો માહોલ હતો, કારણ કે રિતિક રોશન અને તેમની પત્ની સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી અને ક્યાં સુધી તેને છૂપાવી રાખવામાં આવત. બન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

જોકે, રિતિક તરફથી એવી અરજ કરવામાં આવી છે કે મીડિયા આ વાતને વધુ મહત્વ ના આપે, પરંતુ રિતિકના કહેવાથી શું થાય છે? રિતિકની લાઇફમાં આટલો મોટો ટ્વિસ્ટ આવ્યો હતો અને લોકો વચ્ચે આ વાતને લઇને કોઇ ચર્ચા ના થાય તે કેવી રીતે બને? આ સમાચારની અસરનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે થોડા દિવસ પહેલા આવેલા આ સમચાર વર્ષ 2013ની સૌથી મોટી બ્રેકઅપ સ્ટોરી બની ગયા.

એક ડેલી સર્વેના અહેવાલ અનુસાર વર્ષ 2013માં સૌથી વધુ લોકો રિતિક અને સુઝાનના છૂટાછેડાના સમાચારથી પરેશાન થઇ ગયા, જેમાના કેટલાક લોકો તો એવું પણ કહે છે કે આ ખોટા સમાચાર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ વર્ષની બ્રેક અપ સ્ટોરી અંગે.

રિતિક-સુઝાન

રિતિક-સુઝાન

રિતિક-સુઝાનના 13 વર્ષ જુના વૈવાહિક જીવનનો અંત થવાથી તેમના ફેન્સ ઘણા દુઃખી છે. હજુ પણ લોકો એ વાત જાણવા માટે આતુર છે કે આખરે આ બન્નેનું અલગ થવાનું કારણ છે. હાલ વર્ષ 2013ની સૌથી મોટી બ્રેક અપ સ્ટોરી રિતિક રોશન અને સુઝાન ખાનની મેરેજ લાઇફ છે.

કોંકણા સેન-રણવીર શૌરી

કોંકણા સેન-રણવીર શૌરી

લાંબા લિવઇન રિલેશન બાદ લગ્ન કરનારા કોંકણા સેન-રણવીર શૌરીને લોકો હોટ કપલ કહેતા હતા, બન્નેને લગ્ન પછી એક બાળક પણ છે, પરંતુ બન્ને વચ્ચે કોઇ કારણસર તકરાર થઇ અને બન્ને અલગ થઇ ગયા. સ્થિતિ એવી છે કે ગમે ત્યારે આ બન્ને છૂટાછેડા લઇ શકે છે.

ચિત્રાંગદા સિંહ-જ્યોતિ રંઘાવા

ચિત્રાંગદા સિંહ-જ્યોતિ રંઘાવા

સેક્સી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને તેમના ગોલ્ફર પતિ જ્યોતિ રંઘાવાના આ વર્ષે જ છૂટાછેડા થયા છે. બન્નેને લગ્ન બાદ એક બાળક છે. બન્નેના છૂટાછેડાનું કારણ ચિત્રાંગદાનું ફિલ્મમેકર સુધીર મિશ્રાની નજીક હોવાનું જણાવવામાં આવ્યું છે.

સાજીદ ખાન- જેકલીન ફર્નાડિઝ

સાજીદ ખાન- જેકલીન ફર્નાડિઝ

શ્રીલંકા અભિનેત્રી જેકલીન જ્યારે સાજીદ ખાનના પ્રેમમાં ગિરફ્તાર થઇ હતી, ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે બન્ને મિસ મેચ છે અને આખરે લોકોની વાત સાચી પડી. આ બન્નેનું એક લાંબા ઝઘડા બાદ આ વર્ષે બ્રેક અપ થઇ ગયું.

કાલ્કિ કોચલીન-અનુરાગ કશ્યપ

કાલ્કિ કોચલીન-અનુરાગ કશ્યપ

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ અને તેમની બીજી પત્ની સેક્સી કાલ્કિ વચ્ચે બધુ વ્યવસ્થિત નથી. બન્નેએ અલગ-અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે બન્નેએ છૂટાછેડા તો નથી લીધા પરંતુ બન્ને વચ્ચે ઘણા સમયથી અંતર વધી ગયુ છે, કહેવામાં આવે છે કે બન્ને વચ્ચે અંતર વધવાનું કારણ હુમા કુરૈશીનું અનુરાગની નજીક આવવું છે.

સૂરજ-જિયા ખાન

સૂરજ-જિયા ખાન

નિશબ્દ અભિનેત્રી જિયા ખાન જે આ વર્ષે પોતાના ઘરમાં પંખા સાથે લટકતી જોવા મળી હતી કે મોતનું કારણ બ્રેક અપ બતાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જિયા ખાન, આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને ઘણો જ પ્રેમ કરતી હતી, પરંતુ સૂરજની બેવફાઇ તેને મોત તરફ લઇ ગઇ.

ઉદય ચોપરા- નરગિસ ફકરી

ઉદય ચોપરા- નરગિસ ફકરી

અભિનેતા ઉદય ચોપરા અને સેક્સી નરગિસ ફકરી વચ્ચે થોડા સમય પહેલા નીકટતા હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. લોકોને તેમના લગ્નની રાહ હતી, ત્યાં વર્ષ 2013ની મધ્યમાં સમાચાર આવ્યા કે ઉદય ચોપરા અને નરગિસ બન્ને અલગ થઇ ગયા છે.

English summary
Sussanne Hrithik Roshan split is the biggest break ups story of 2013. Here are some Break Ups Stories. Have a Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more