ના સલમાન, ના આમિર; 2016માં છવાયો આ ખેલાડી

Written By:
Subscribe to Oneindia News

અક્ષય કુમાર આજે બોલિવૂડના એક માત્ર એવા એક્ટર છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિવિધ કેમ્પ અને ખાન એક્ટર્સની મોનોપોલિને બરાબરની ટક્કર આપે છે. ફિલ્મોની વાત હોય, કમાણીની વાત હોય, કે ફિટનેસની, ખેલાડી કુમાર હંમેશા આગળ રહ્યાં છે. શરૂઆતમાં માત્ર એક્શન ફિલ્મો અને પોતાના લવ અફેર્સ માટે જાણીતા અક્ષય કુમાર છેલ્લા થોડા વર્ષોમાં એક મેચ્યોર અને વર્સેટાઇલ બોલિવૂડ એક્ટર તરીકે ઊભરી આવ્યા છે. આ વર્ષે તેમણે 'એરલિફ્ટ', 'હાઉસફુલ 3' અને 'રૂસ્તમ' એમ ત્રણ વિવિધ પ્રકારની ફિલ્મો કરી; એક પેટ્રિઓટિક, બીજી કોમેડી તો ત્રીજી થ્રિલર અને ત્રણેય ફિલ્મોએ ધરખમ કમાણી કરી.

સલમાન, શાહરૂખ, આમિર જ્યાં એક વર્ષે એક ફિલ્મ કરે છે અને પોતાની તમામ પ્રમોશનલ સ્ટ્રેટેજી અને મહેનત એ એક ફિલ્મમાં લગાવી દે છે, ત્યારે અક્ષય કુમાર એક વર્ષની 2-3 ફિલ્મો કરે છે અને મિનિમલ પ્રમોશન સાથે પણ તેમની દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થાય છે. ખાન એક્ટર્સની વર્ષે એક ફિલ્મ 100-200 કરોડની કમાણી કરે છે, જ્યારે અક્ષય કુમારની આવેલી દરેક ફિલ્મ ઓછામાં ઓછી 90 કરોડની કમાણી કરે છે.

દેશભક્ત અક્ષય

દેશભક્ત અક્ષય

અક્ષય કુમારે પોતાની સેકન્ડ ઇનિંગ્સમાં કોમેડી ફિલ્મોમાં વધુ સફળતા મેળવી, આમ છતાં તેમણે એક્શન ફિલ્મો કરવાનું છોડ્યું નથી. ઉલ્ટું એક્શન ફિલ્મોનો એક નવો ટ્રેન્ડ તેમણે બોલિવૂડમાં ચાલુ કર્યો એમ કહી શકાય. અક્ષય કુમારે 'બેબી', 'હોલિડે', 'એરલિફ્ટ', 'ગબ્બર ઇઝ બેક' વગેરે જેવી પેટ્રિઓટિક-સેમિ પેટ્રિઓટિક ફિલ્મોમાં કામ કર્યું અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. મનોજ કુમાર બાદ પહેલી વાર કોઇ એક્ટરે દેશભક્તિને લગતી ફિલ્મોને ફરી હાઇલાઇટ કરી છે. આ તમામ ફિલ્મોમાં અક્ષયના શાનદાર અભિનય અને લૂક્સના પણ ખૂબ વખાણ થયા છે.

બોક્સ ઓફિસના ખેલાડી

બોક્સ ઓફિસના ખેલાડી

અક્ષય કુમાર કોમેડી અને એક્શન એમ બંન્ને પ્રકારની ફિલ્મો દ્વારા ઓડિયન્સને એન્ટરટેઇન કરે છે. આ વર્ષે આવેલી અક્ષયની ત્રણેય ફિલ્મો 'એરલિફ્ટ', 'હાઉસફુલ 3' અને 'રૂસ્તમ' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. 'એરલિફ્ટ' અને 'રૂસ્તમ'નાં ભરપેટ વખાણ કરવામાં આવ્યા, જ્યારે 'હાઉસફુલ 3'ને મિક્સ રિસપોન્સ મળ્યો હોવા છતાં તેણે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. 30 કરોડના ખર્ચે બનેલી 'એરલિફ્ટ'ની કમાણી હતી 230 કરોડ, 'હાઉસફુલ 3'નું બોક્સ ઓફિસ કલેક્શન છે 195 કરોડ અને 'રૂસ્તમ'નું 216 કરોડ!

ફેમિલિ મેન

ફેમિલિ મેન

બોલિવૂડમાં ખાસા વર્ષો સુધી અક્ષયની ઇમેજ પ્લે બોયની હતી, અનેક હિરોઇન્સ સાથે તેમના અફેરની ખબરો આવતી રહેતી હતી. પરંતુ છેલ્લા 7-8 વર્ષોમાં અક્ષયે ફેમિલિ મેન તરીકેની પોતાની ઇમેજ ઊભી કરી છે. વિવાદો અને અફેરની ખબરોમાં વર્ષોથી અક્ષય કુમારનું નામ આવ્યું નથી, સાથે જ રિમાર્કેબલ ફિલ્મો આપવાના કારણે અક્ષયની ફેન ફોલોઇંગમાં પણ ખૂબ વધારો થયો છે. થોડા સમય પહેલા જ એક ચેટ શોમાં અક્ષય કુમાર પત્ની ટ્વીંકલ ખન્ના સાથે જોવા મળ્યા હતા, અહીં તેમણે ટ્વીંકલ માટે એક રોમેન્ટિક સોન્ગ પણ ગાયું હતું.

પત્ની ટ્વીંકલ

પત્ની ટ્વીંકલ

અક્ષય કુમાર જાતે ભલે વિવાદોથી દૂર રહેતા હોય, પરંતુ તેમની પત્ની ટ્વીંકલને કારણે તે અવારનવાર વિવાદોમાં સપડાતા રહે છે. ટ્વીંકલ ખન્ના પોતાના મનની વાત અને વિચારો છૂટથી જાહેર કરવા માટે જાણીતી છે અને કેટલીક વાર આને કારણે અક્ષય કુમારને ભોગવવાનું આવે છે. આ સિવાય અક્ષય કુમાર આ વર્ષે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહ્યાં છે. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે અક્ષયે કરેલી ટ્વીટર પોસ્ટ ચર્ચાનો મુદ્દો બની હતી. અક્ષયે કહ્યું હતું કે, 'સર્જિકલ સ્ટ્રાઇક અંગે સૈનિકોનો વાંક કાઢવો કે તેમના વિશે કંઇ બોલવું અર્થહીન છે. રાજકાણીય વિવાદોમાંથી સૈનિકોને બાકાત રાખવા જોઇએ.' અક્ષય કુમારની પોસ્ટને ઘણા લોકોએ વધાવી લીધી હતી.

English summary
2016 BELONGS TO AKSHAY KUMAR. Know here why? Special story.
Please Wait while comments are loading...