24 વર્ષની કંચના 3ની અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવીની ગોવામાં મળી લાશ, લટકેલુ હતુ શબ!
કંચના 3ની અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવી તેના ગોવાના ઘરની અંદર લટકેલી હાલતમાં મળી આવી.
રશિયન મૉડલ એલેક્ઝાન્ડ્રા જાવીનુ નિધન થઈ ગયુ છે. કંચના 3ની અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવી તેના ગોવાના ઘરની અંદર લટકેલી હાલતમાં મળી આવી. એલેક્ઝાન્ડ્રા જાવી નૉર્થ ગોવાના સિઓલિમમાં પોતાના ભાડાના ઘરમાં મૃત મળી આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલેક્ઝાન્ડ્રા જાવીનુ નિધન થોડા દિવસ પહેલા થયુ છે. 20 ઓગસ્ટ શુક્રવારે 24 વર્ષની એલેક્ઝાન્ડ્રા જાવીનુ શબ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યુ છે. રિપોર્ટ અનુસાર પોલિસને એલેક્ઝાન્ડ્રા જાવીની લાશ લાલ સાડીમાં મળી છે. લાશ પાસે પોલિસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. હજુ સુધી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો નથી.

ગોવામાં કોઈ પરિવાર કે સંબંધી નથી
પોસ્ટમૉર્ટમ માટે પરિવારની હામીની રાહ જોવાઈ રહી છે. એલેક્ઝાન્ડ્રા જાવીનો ગોવામાં કોઈ પરિવાર કે સંબંધી નથી. પોલિસના જણાવ્યા અનુસાર એલેક્ઝાન્ડ્રા જાવીએ આત્મહત્યા કરી છે પરંતુ આનુ કારણ શું છે તેની પોલિસ તપાસ કરી રહી છે.

એલેક્ઝાન્ડ્રા જાવી માનસિક રીતે હેરાન
જણાવવામાં આવી રહ્યુ છે કે એલેક્ઝાન્ડ્રા જાવી ઘણા સમયથી માનકિસ રીતે હેરાન હતી. તે આની દવાઓ પણ લઈ રહી હતી. રિપોર્ટમાં એ માહિતી સામે આવી છે કે બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ એલેક્ઝાન્ડ્રા જાવી ખૂબ પરેશાન રહેતી હતી. ગોવા પોલિસનુ કહેવુ છે કે આ સુસાઈડનો કેસ છે અને કોઈ પણ ફાઉલ પ્લે નથી. તમને જણાવી દઈએ કે કંચના 3ની અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવીનુ નામ વધુ એક કૉન્ટ્રોવર્સી સાથે જોડાયેલુ છે.

મોત બાદ જૂનો કેસ આવ્યો સામે
રશિયન કૉન્સ્યુલેટના વકીલ વિક્રમ વર્માએ આ કેસમાં એલેક્ઝાન્ડ્રા જાવી સાથે જોડાયેલા 3 વર્ષ જૂનો કેસ સામે લાવ્યા છે. એલેક્ઝાન્ડ્રા જાવીએ વર્ષ 2019મમાં ચેન્નઈમાં એક ફોટોગ્રાફર સામે યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં ધરપકડ પણ થઈ હતી.

પોલિસે કહ્યુ - કોઈ ગરબડ નથી
જણાવવામાં આવી રહ્યુ છે કે ગ્રેટર ચેન્નઈ પોલિસ એલેક્ઝાન્ડ્રા જાવીના મોત બાદ ગોવા પોલિસની આ કેસને ઉકેલવામાં મદદ કરશે. નૉર્થ ગોવાના એસપી શોભિત સક્સેનાએ પોતાના નિવેદનમાં એલેક્ઝાન્ડ્રા જાવીના મોત પર માહિતી આપીને કહ્યુ છે કે અત્યાર સુધી આ કેસમાં કોઈ પણ પ્રકારની ગરબડ દેખાઈ નથી. એક રશિયન મહિલાનુ શબ ગુરુવારે મળ્યુ હતુ. બીજી મહિલાનુ શબ શુક્રવારે મળ્યુ. આ બંને કેસમાં કાનૂની પ્રક્રિયા ચાલુ છે.












Click it and Unblock the Notifications
