3 ઇડિયટ્સ જાપાન ઍકેડમી ઍવૉર્ડ્સ માટે નૉમિનેટ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી : હિન્દી ફિલ્મ જગતના સ્ટાર મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સને 37મા જાપાન ઍકેડેમી ઍવૉર્ડ્સની સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણીમાં નૉમિનેટ કરવામાં આવી છે.

રાજકુમાર હીરાણી દિગ્દર્શિત 3 ઈડિયટ્સ ફિલ્મ 23મી ડિસેમ્બર, 2009ના રોજ રિલીઝ થઈ હતી અને બૉક્સ ઑફિસે સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત શરમન જોશી, આર માધવન હતાં, તો બોમન ઈરાની તેમજ કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતાં.

ઍવૉર્ડ્સની અધિકૃત વેબસાઇટ ઉપર 3 ઈડિયટ્સનો આઈ એમ સ્યોર, ગો વેલ શીર્ષક હેઠળ ઉલ્લેખ કરાયો છે. સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની શ્રેણીમાં 3 ઈડિયટ્સની સ્પર્ધા કૅપ્ટન ફિલિપ્સ, જૅંગો અનચેન્ડ, ગ્રૅવિટી તથા લેસ મિજરબેલ્સ ફિલ્મો સાથે છે. 3 ઈડિયટ્સ ફિલ્મમાં ભારતીય શિક્ષણ પ્રણાલીની ટીકા ખૂબ જ મનોરંજક અંદાજમાં કરવામાં આવી છે. ફિલ્મ જૂન-2013માં જાપાન ખાતે રિલીઝ કરાઈ હતી. જાપાન ઍકેડેમી ઍવૉર્ડ્સ વિતરણ સમારંભ ટોકિયોની ગ્રાન્ડ પ્રિંસ હોટેલ ન્યુ તકાનવા ખાતે 7મી માર્ચે યોજાશે.

English summary
Aamir Khan-starrer "3 Idiots" has been nominated for the 37th Japan Academy Awards in the best Outstanding Foreign Language Film category.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.