ત્રણ ‘નારી’, એક ‘સારી’ : બહુત નાઇંસાફી હૈ...
મુંબઈ, 29 મે : આજકાલ બૉલીવુડ સેલિબ્રિટીઓ કંઈ પણ પહેરતા પહેલા એ નથી જોતી કે તે જ ડિઝાઇનરની સેમ પોશાક કોઇક બીજાએ પણ પહેરેલી હોઈ શકે છે. આજે અમે આપને ત્રણ એવી સેલિબ્રિટીઓની તસવીરો બતાવીશું કે જેમણે એક જ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇનર કરેલ સાડી પહેરી છે.

અસીન નવા લુકમાં
અસીને એક ગોલ્ડ મૅટલિક લેમ સાડી પહેરી છે કે જે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરી છે. અસીને સાડીને ફુલ સ્લીવ્ડ ટરટલનેક બ્લાઉઝ સાથે પહેરી છે.

આઇફા 2014 દરમિયાન બિપાશા
અસીનની સાડી એકદમ બિપાશા બાસુની સાડી જેવી લાગે છે કે જે તેમણે આઇફા 2014 દરમિયાન ગ્રીન કારપેટ પર પહેરી હતી.

રૅમ્પ પર દેખાઈ આ સાડી
અસીને જે સાડી પહેરી રાખી છે, તેને અગાઉ પણ ગૌરવ ગુપ્તાએ પોતાના કલેક્શનમાંથી લૅક્મે ફૅશન વીક દરમિયાન રજૂ કરી હતી.

ડિટ્ટો
બિપાશા બાસુએ જે ગાઉન આઇફા ઍવૉર્ડ દરમિયાન પહેર્યો હતો, બિલ્કુવ એવો જ ગાઉન મલાઇકા અરોરા ખાને પણ કોઇક ઇવેંટમાં પહેર્યો હતો.

ત્રણેના કપડા એક સરખા
અંતે અમને ત્રણે દેવીઓ એક જ ડ્રેસમાં દેખાઈ. કોઇકે તેને ગાઉન તરીકે, તો કોઇકે સાડી તરીકે. આપને શું લાગે છે કે ત્રણેમાંથી દેખાવમાં કોણ સૌથી વધુ સ્ટાઇલિશ છે?












Click it and Unblock the Notifications
