B'day Spcl : જુઓ સૈફ અલી ખાનના બેસ્ટ ઑનસ્ક્રીન Roles

મુંબઈ, 16 ઑગસ્ટ : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાનનો આજે 44મો જન્મ દિવસ છે. આજના જ દિવસે સૈફે પટોડી ખાનદાનામાં જન્મ લીધો હતો.

સૈફ અલી ખાનનો યંગ ડૅશિંગ લુક આજે પણ યુવતીઓના હૃદયના ધબકાર વધાવી દે છે. સૈફની ટૉપ ટેન બૉલીવુડ એક્ટર્સમાં ગણતરી થાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સૈફના કૅરિયરમાં સારા વળાંકો આવ્યાં છે. સાથે જ તેમના જીવનમાં પણ કરીના કપૂર જેવા બેગમે પગલા મૂક્યાં છે કે જેઓ તેમના માટે લકી સાબિત થઈ રહ્યાં છે. તેમના કૅરિયરની દિલ ચાહતા હૈ, કલ હો ના હો જેવી ફિલ્મોમાં તેમની એક્ટિંગ વખાણવા લાયક રહી છે

તાજેતરમાં જ હમશકલ્સ ફિલ્મમાં દેખાયેલા સૈફ અલી ખાનના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતાં કે જેમના વડે તેમના બે બાળકો છે, પણ અમૃતા સાથે સંબંધ વધુ સમય ટકી ન શક્યો. ગત 17મી ઑક્ટોબર, 2012ના રોજ સૈફ-કરીનાએ લગ્ન કર્યાં અને આ સાથે જ આ જોડી સૈફીના જેવા હુલામાણા નામે ઓળખાવા લાગી.

વર્ષ 2000ના આરંભે સૈફની એક્ટિંગની લોકોએ પ્રશંસા કરી. સૈફના માતા શર્મિલા ટાગોર પોતાના સમયના બહેતરીન અભિનેત્રી હતાં. શર્મિલાએ મંસૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરી લીધાં. સૈફના બહેન સોહા અલી ખાન પણ બૉલીવુડ અભિનેત્રી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બૉલીવુડના સિમ્પલ કપલ તરીકે જાણીતાં છે.

આવો તસવીરો સાથે જાણીએ સૈફ અલી ખાનના Best On-screen Roles :

દિલ ચાહતા હૈનો સમીર

દિલ ચાહતા હૈનો સમીર

સૈફ અલી ખાનની દિલ ચાહતા હૈ બહેતરીન ફિલ્મોમાંની એક હતી. 2001માં આવેલી ફિલ્મમાં આમિર ખાન અને અક્ષય ખન્ના પણ હતાં, જ્યારે નાયિકા પ્રીતિ ઝિંટા હતાં. ફરહાન અખ્તરની આ ફિલ્મમાં સૈફ સમીરનો રોલ કર્યો હતો. આ ફિલ્મે શહેરી લૅન્ડસ્કેપ બદલી નાંખ્યો હતો.

હમ તુમનો કરણ કપૂર

હમ તુમનો કરણ કપૂર

2005માં આવેલી કૉમેડી ડ્રામા ફિલ્મ હમ તુમમાં સૈફ અલી ખાને બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવૉર્ડ મેળવ્યો હતો. તેમણે કરણ કપૂર નામના યુવાનનો રોલ કર્યો હતો કે જે ફ્લર્ટી અને બેદરકાર હોય છે.

કલ હો ના હોનો રોહિત

કલ હો ના હોનો રોહિત

સૈફની બેસ્ટ ફિલ્મોમાં કલ હો ના હોનો પણ સાવેશ થાય છે. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા, શાહરુખ ખાન જેવા મોટા સ્ટાર હોવા છતાં સૈફની એક્ટિંગ વખણાઈ હતી. સૈફે સાઇડ રોલમાં હતાં, પરંતુ રોહિત તરીકે પ્રીતિ સાથે તેમની કેમેસ્ટ્રી પડદા પર વારંવાર જોવી ગમે છે.

ઓમકારાનો ઈશ્વર લંગડા ત્યાગી

ઓમકારાનો ઈશ્વર લંગડા ત્યાગી

સૈફ અલી ખાને વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઓમકારામાં ઈશ્વર લંગડા ત્યાગી તરીકે નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મ બદલ સૈફને બેસ્ટ વિલનનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

પરિણીતાનો શેખર

પરિણીતાનો શેખર

સૈફ અલી ખાને ક્લાસિક ફિલ્મ પરિણીતામાં પૅસનેટ લવર તરીકે ગંભીર રોલ કર્યો હતો. તેમના પાત્રનું નામ શેખર હતું.

રેસનો રનવીર સિંહ

રેસનો રનવીર સિંહ

સૈફ અલી ખાને રેસમાં રનવીર સિંહનો રોલ કરવા માટે સૉફ્ટ લુક ધર્યો હતો. સ્ટબલ, રોબસ્ટ અને સ્માર્ટ બિઝનેસમૅન તરીકે સૈફને જોવું ગમે છે.

સલામ નમસ્તેનો નિખિલ ‘નિક' અરોરા

સલામ નમસ્તેનો નિખિલ ‘નિક' અરોરા

સલામ નમસ્તે ફિલ્મમાં શેફ ટૂ લવર અને લવર ટૂ ફાધર તરીકેની નિકની જર્ની ક્યૂટ, ફન્ની અને રોમાંટિક હતી.

આવી તસવીરો નહીં જોઈ હોય

આવી તસવીરો નહીં જોઈ હોય

ઐશના 21 Gorgeous Looks અને જાણો 21 Unkonwn Facts

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X