ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ
છેલ્લો શો લાંબા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે ઓસ્કારની રેસમાં એક કદમ વધારે આગળ વધી છે. ફિલ્મને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાઈ છે.
નવી દિલ્હી : ગુજરાત અને ભારત માટે ઓસ્કાર તરફથી એક મોટા સમચાર આવ્યા છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર, ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર એવોર્ડ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં શોર્ટલિસ્ટ થઈ છે. ઓસ્કાર એવોર્ડ 2023 માટે ગુજરાતી ફિલ્મ શોર્ટ લિસ્ટ થઈ એ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે.

લાંબા સમયથી આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે ત્યારે હવે છેલ્લો શોની સ્પર્ધા ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની ફિલ્મો સાથે રહેશે. આ સિવાય પોલેન્ડ, કંબોડિયા, દક્ષિણ કોરિયા, બેલ્જિયમ અને આર્જેન્ટીના જેવા દેશોની ફિલ્મો પણ ફિલ્મ સાથે સ્પર્ધા કરી રહી છે. જો આ ફિલ્મ ઓસ્કાર જીતવામાં સફળ રહેશે તો તે એક ઐતિહાસિક ઘટના બની રહેશે.
આ મુદ્દે વાત કરતા ફિલ્મ મેકર સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા અને ડિરેક્ટર પાન નલિને એક સંયુક્ત નિવેદન આપતા આ ઘટનાને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. અહીં ફિલ્મ નિર્માતાઓએ લખ્યુ કે, અમે નમ્ર અને આનંદિત છીએ કે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ને એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. જ્યારથી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 95મા ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે આ ફિલ્મની પસંદગી કરવામાં આવી ત્યારથી અમને ખાતરી હતી કે આ ફિલ્મ કંઈક બનશે.
મેકર્સે આગળ જણાવ્યુ કે, અમે FFI અને છેલ્લો શો જોનારા અને પ્રશંસા કરનારા લાખો લોકો તેમજ અમારા આંતરરાષ્ટ્રીય વિતરકોનો આભાર માનવા માંગીએ છીએ જેમણે ફિલ્મને ખૂબ સારી રીતે પ્રમોટ કરી. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે આશા રાખીએ છીએ કે તે ઓસ્કાર જલ્દી ઘરે લઈને આવશે.
અહીં તમને જણાવી દઈએ કે માત્ર છેલ્લો શો જ નહીં પરંતુ એસએસ રાજામૌલીની RRR ના બ્લોકબસ્ટર ગીત નાચો નાચોને પણ ઓસ્કાર 2023માં બેસ્ટ ઓરિજનલ સોંગની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતને અન્ય 15 ગીતો સાથે આ શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
