PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List
PM Modi Meeting Chief Ministers: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (27 માર્ચ) સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે અઢી કલાક લાંબી મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકનો મુખ્ય મુદ્દો પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતા તણાવ 'અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ ઈરાન સંઘર્ષ' ની ભારત પર સંભવિત અસર અને રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો.
બેઠક સાંજે લગભગ 6:30 વાગ્યે શરૂ થઈ હતી. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાંના મુખ્યમંત્રીઓ આમાં સામેલ થયા નહોતા, કારણ કે ત્યાં આદર્શ આચાર સંહિતા લાગુ છે. તેમના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલયે અલગ બેઠક કરી હતી. ચાલો જાણીએ PM મોદીએ આ મીટિંગમાં શું સંદેશ આપ્યો?

PM Modi Big Message 'Team India': PM મોદીનો મોટો સંદેશ, 'ટીમ ઈન્ડિયા' જ આપણી શક્તિ
વડાપ્રધાને તમામ મુખ્યમંત્રીઓના સૂચનોની પ્રશંસા કરી અને કહ્યું કે બદલાતી પરિસ્થિતિનો સામનો કરવામાં આ સૂચનો ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સતર્કતા, તૈયારી અને સામૂહિક પ્રયાસો જ સફળતાની ચાવી છે.
PM મોદીએ કોવિડ-19 મહામારીનું ઉદાહરણ આપતા યાદ અપાવ્યું કે જ્યારે કેન્દ્ર અને રાજ્યો 'ટીમ ઈન્ડિયા' બનીને સાથે ઉભા રહ્યા, ત્યારે સપ્લાય ચેઈન, વેપાર અને સામાન્ય જનજીવન પરની અસરને ઘટાડી શકાઈ હતી. તેમણે કહ્યું કે વર્તમાન કટોકટીનો સામનો કરવામાં પણ આ ભાવના આપણી સૌથી મોટી શક્તિ બની રહેશે.
PM Modi Meeting Highlights: બેઠકમાં શું નક્કી થયું? મુખ્ય નિર્ણયો અને નિર્દેશ
PM મોદીએ બેઠકમાં આ મહત્વની વાતો કહી:
- આંતર-મંત્રાલય જૂથ સક્રિય: 3 માર્ચથી ઇન્ટર-મિનિસ્ટ્રીયલ ગ્રુપ કાર્યરત છે. દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તાત્કાલિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
- સરકારની 4 પ્રાથમિકતાઓ: આર્થિક-વ્યાપારી સ્થિરતા, ઉર્જા સુરક્ષા, નાગરિકોની સુરક્ષા અને ઉદ્યોગ-સપ્લાય ચેઈનને મજબૂત કરવી.
- સપ્લાય ચેઈન કાર્યરત રાખો: રાજ્યોને સંગ્રહખોરી અને નફાખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તાત્કાલિક સક્રિય કરો.
- કૃષિ ક્ષેત્ર પર ફોકસ: ખરીફ સીઝન પહેલા ખાતરના સંગ્રહ અને વિતરણ પર દેખરેખ વધારવી, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.
- અફવાઓ પર લગામ: ખોટી માહિતી અને અફવાઓથી બચો. સાચી અને વિશ્વસનીય માહિતીનો તાત્કાલિક પ્રસાર કરો. ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહો.
- સીમાવર્તી અને દરિયાકાંઠાના રાજ્યોને સતર્કતા: શિપિંગ, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને દરિયાઈ પ્રવૃત્તિઓ પર નજર રાખો.
- વિદેશમાં રહેતા ભારતીયોની મદદ: અસરગ્રસ્ત પરિવારો માટે હેલ્પલાઈન, નોડલ ઓફિસર અને જિલ્લા સ્તરે સહાય કેન્દ્રો બનાવો.
- વૈકલ્પિક ઉર્જા પર ભાર: જૈવ બળતણ (Bio-fuel), સૌર ઉર્જા, ગોબર-ધન (GOBARdhan), ઈલેક્ટ્રિક વાહનો અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ને ઝડપથી પ્રોત્સાહન આપો. ઘરેલું તેલ અને ગેસની શોધમાં વધારો કરો.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર LPGની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે અને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને સમગ્ર સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
મુખ્યમંત્રીઓએ શું કહ્યું?
મુખ્યમંત્રીઓએ PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું કે કેન્દ્રના પગલાંથી સ્થિતિ નિયંત્રણમાં છે. પેટ્રોલ, ડીઝલ અને LPGની પૂરતી ઉપલબ્ધતા છે. ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને કોમર્શિયલ LPG ફાળવણી 50% થી વધારીને 70% કરવાના નિર્ણયને વધાવ્યો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ નિર્ણયો સામાન્ય લોકોને રાહત આપશે. તમામ રાજ્યોએ કેન્દ્ર સાથે મળીને 'ટીમ ઈન્ડિયા'ની ભાવનાથી કામ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.












Click it and Unblock the Notifications
