સ્ત્રી માત્ર બાળક પેદા કરવા માટે જ નથી : કરીના કપૂર
મુંબઈ, 17 એપ્રિલ : પોતાના અંગત જીવન અંગે કરાતા સવાલોથી પરેશાન અભિનેત્રી કરીના કપૂરનું કહેવું છે કે એક સ્ત્રી માત્ર બાળક પેદા કરવા માટે જ નથી હોતી. તેના પોતાના પણ કેટલાંક સપનાઓ હોય છે. કરીનાએ આ વાત તે સવાલના જવાબમાં જણાવી કે જેમાં તેમને માતા બનવા અંગે પૂછવામાં આવ્યુ હતું.

કરીના કપૂરે જણાવ્યું - અગાઉ લગ્ન અંગે મને અનેક સવાલો કરવામાં આવ્યાં અને હવે માતા બનવા અંગે પુછાઈ રહ્યાં છે, જ્યારે મારૂં માનવું છે કે એક સ્ત્રી માત્ર બાળકો જણવા માટે જ નથી હોતી. હું અને સૈફ એક-બીજાને બહેતર રીતે સમજીએ છીએ અને એક-બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે બંને જ આધુનિક વાતાવરણમાં ઉછર્યાં છે અને પોતાની જરૂરિયાતોને સારી રીતે ઓળખીએ છીએ.
નોંધનીય છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન ગત વર્ષે ઑક્ટોબરમાં થયા હતાં. કરીના કપૂર હાલ પ્રકાશ ઝા દિગ્દર્શિત સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગણ પણ છે. કરીના આ ઉપરાંત તેઓ ઇમરાન ખાન તેમજ ઇમરાન હાશમી સાથે પણ ફિલ્મો કરી રહ્યાં છે. ઇમરાન ખાન સાથે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કરીના કપૂર.












Click it and Unblock the Notifications
