સૌથી મોટી ફિલ્મ બનશે આમિર ખાનની ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન'- બોક્સ ઓફિસ ધમાકો
આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' ભારતમાં લગભગ 5000 સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.
આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ 'ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' ભારતમાં લગભગ 5000 સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. 4500-4600 સ્ક્રીન હિંદી માટે અને બાકી તમિલ-તેલુગુ માટે. ઓવરસીઝમાં પણ આ સૌથી મોટા સ્તર પર રિલીઝ થનારી પહેલી બોલિવુડ બનવાની તૈયારીમાં છે. યશરાજ બેનર ઓવરસીઝમાં ફિલ્મને સારા એવા સ્ક્રીન પર રિલીઝ કરવાના છે.
બેક ટુ બેક બ્લોકબસ્ટર આપ્યા બાદ ઓવરસીઝમાં આમિર ખાનની ફેન ફોલોઈંગ ઘણી તગડી થઈ ચૂકી છે. ખાસ કરીન યુએસ, યુકે, ચીનમાં આમિરની ફિલ્મો સારો બિઝનેસ કરે છે. રિપોર્ટ્સની માનીએ તો ભારતમાં રિલીઝના થોડા સમય બાદ 'ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન'ને ચીનમાં પણ રિલીઝ કરવામાં આવશે.

આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ
2 કલાક 44 મિનિટ લાંબી આ ફિલ્મ આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 210 કરોડ સુધી રાખવામાં આવ્યુ છે. ખાસ કરીને ફિલ્મના વીએફએક્સ પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. વિજય કૃષ્ણા આચાર્યનિ આ ફિલ્મ ઘણા મોટા સ્તર પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મથી બધાને અપેક્ષાઓ પણ વધુ છે.

‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' 8 નવેમ્બરે રિલીઝ
‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' 8 નવેમ્બરે રિલીઝ થવાની છે. અત્યાર સુધી ફિલ્મના ટ્રેલર ઉપરાંત બે ગીતોને રિલીઝ કરવામાં આવ્યા છે. જેને દર્શકોથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ જો કે ફિલ્મ દિવાળીના તહેવારે રિલીઝ થઈ રહી છે તો તેને જબરદસ્ત ઓપનિંગની આશા રાખવામાં આવી રહી છે.

‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન'
વિજય કૃષ્ણા આચાર્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1795 ની વાર્તા કહે છે જ્યારે અંગ્રેજોએ ભારતમાં અડ્ડો જમાવી લીધો હતો.

ફિલ્મના પાત્રો
જ્યારે 1795 માં અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા પરંતુ શાસન કરવા લાગ્યા. જો કે આ શાસન ઘણા લોકોને મંજૂર નહોતુ અને આમાંથી એક હતો - આઝાદ (અમિતાભ બચ્ચન). આઝાદ અને જાફિરા (ફાતિમા) અંગ્રેજોની વિરુદ્ધમાં ઉભા થઈ જાય છે પરંતુ રસ્તાનો કાંટો બને છે ફિરંગી મલ્લાહ (આમિર).

કેટરીના કૈફ
કેટરીના ડાંસર બની છે જે આમિર ખાનને પ્રેમ કરે છે. સાચુ કહીએ તો ટ્રેલરમાં પણ તેના પાત્ર પર વધુ ફોકસ કરવામા આવ્યુ નથી.

ત્રણ ભાષાઓમાં રિલીઝ
આ ભારતમાં સૌથી મોટાપાયે રિલીઝ થનારી ફિલ્મ હશે. ફિલ્મને તમિલ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. વળી, એક સાથે ઘણા દેશોમાં પણ ફિલ્મ રિલીઝ થશે.

બંપર ઓપનિંગની તૈયારી
ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' પહેલા 7 નવેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ 7 નવેમ્બરે દિવાળી છે. ઘણા ઓછા લોકો પરિવાર અને તહેવાર છોડીને થિયેટરમાં આવશે. જેથી ફિલ્મને ધીમી ઓપનિંગ મળી શકે છે. માટે આની રિલીઝ એક દિવસ પાછી ઠેલવામાં આવી છે. ફિલ્મ હવે 8 નવેમ્બરે રિલીઝ થવાની છે.

હોલિવુડ ફિલ્મથી પ્રેરિત
માનવામાં આવી રહ્યુ છે કે આ હોલિવુડ ફિલ્મ 'Pirates Of The Caribbean' થી પ્રેરિત થશે. ખાસ કરકીને ટ્રેલર રિલીઝ બાદ તેની પુષ્ટિ થઈ ગઈ કારણકે ટ્રેલરમાં પાત્રોથી લઈ વાર્તા સુધી... ઘણુ બધુ POC ની જેમ બતાવવામાં આવ્યુ છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
