PK 3rd Poster : આમિરે પહેરી પોલીસની વર્ધી, તો સંજુએ સંભાળ્યું બૅંડ, જુઓ વિચિત્ર Looks
મુંબઈ, 16 સપ્ટેમ્બર : આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકેનું ત્રીજુ પોસ્ટર રિલીઝ કરી દેવાયુ છે. પીકેના અગાઉના બે પોસ્ટરોની જેમ ત્રીજુ પોસ્ટર પણ રસપ્રદ છે. ત્રીજા પોસ્ટરમાં આમિર ખાન એક પોલીસવાળાની વેશભૂષામાં દેખાય છે. તેમના શરીરે ઢીલી-ઢાલી વર્ધી લોકોના દિલો પર અનેક સવાલો છોડે છે કે આમિર ખાન ફિલ્મમાં કયુ પાત્ર ભજવી રહ્યાં છે?
રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મ ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. આ ફિલ્મમાં પહેલા પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ હતાં, તો બીજા પોસ્ટરમાં તેઓ બૅન્ડવાળા દેખાતા હતાં. હવે ત્રીજુ પોસ્ટર જોઈને લાગે છે કે પીકે ફિલ્મમાં કદાચ આમિર ખાન પોલીસવાળા બન્યા હશે. હાલ તો આ ફિલ્મના પોસ્ટરોએ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધારી દીધી છે. ત્રીજા પોસ્ટરની વધુ એક વિશેષતા એ છે કે તેમાં સંજય દત્ત બૅન્ડવાળાના લુકમાં દેખાઈ રહ્યા છે. સંજય દત્તની તસવીર ઉપસતા આમિર ખાન ભોજપુરી ગવૈયાના અંદાજમાં બોલે છે - કન્ફ્યુઝ હો ગયે. યે હમ નહીં, હમારે દોસ્ત ભૈરો સિંહ હૈં.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પોલીસવાળા આમિર
પીકે ફિલ્મનું ત્રીજુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે કે જેમાં આમિર ખાન પોલીસની વર્ધીમાં દેખાય છે.

સંજૂ બૅંડવાળા
પીકે ફિલ્મના બીજા પોસ્ટરમાં સંજય દત્ત બૅંડ વગાડતા દેખાઈ રહ્યા છે.

બે સરપ્રાઇઝ
આમ પીકે ફિલ્મના ત્રીજા પોસ્ટરમાં આમિરે વધુ એક વિચિત્ર લુક ધર્યો છે, તો સંજૂને પહેલી વાર પોસ્ટરમાં જોઈ કહી શકાય કે ત્રીજા પોસ્ટરમાં બે-બે સરપ્રાઇઝ છે.

વિવાદાસ્પદ પોસ્ટર
પીકે ફિલ્મનું પહેલુ પોસ્ટર વિવાદાસ્પદ રહ્યુ હતું કે જેમાં આમિર ખાન ન્યુડ દેખાતા હતાં.

બીજુ પોસ્ટર
પીકેના બીજો પોસ્ટરમાં આમિરે બૅંડ સંભાળ્યુ હતું.

વિચિત્ર આમિર
પીકેના સેટ પર આમિર ખાન વિચિત્ર વેશભૂષાઓમાં દેખાતા રહ્યા છે.

આ શું છે?
પીકેના શૂટિંગના શરુઆતી દિવસોમાં આમિરનો આ વિચિત્ર લુક બહાર આવ્યો હતો.

વધુ એક
આ પણ પીકેમાં આમિરે ધરેલો વધુ એક વિચિત્ર લુક છે.

અનુષ્કા-સુશાંત
પીકે ફિલ્મમાં આમિર ખાન અને સંજય દત્ત ઉપરાંત અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂત પણ લીડ રોલમાં છે.

વિધુ-આમિર-રાજકુમાર
પીકે ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને દિગ્દર્શક રાજકુમાર હીરાણી છે.
જુઓ વીડિયો
વીડિયો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

કેમ વાંકી ચૂંકી થાય...
‘Nature Call' : ...અને આદિત્ય-પરિણીતી પહોંચ્યા પબ્લિક Toilet!












Click it and Unblock the Notifications
