આમિરની દીકરી આઈરાએ કરી રિલેશનશિપ પર વાત, જણાવ્યુ કઈ આદત પર દઈ બેઠી નુપુરને દિલ
આઈરાએ નુપુર સાથે સંબંધો અને ફિલ્મોમાં આવવાના પોતાના પ્લાન પર વાત કરી છે.
મુંબઈઃ આમિર ખાન અને રીના દત્તાની દીકરી આઈરા ખાન ફિલ્મોથી દૂર છે પરંતુ ચર્ચામાં તે સતત રહે છે. આઈરા સોશિયલ મીડિયા પર ઘણી વાર મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન, રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર બોલતી રહે છે. જેના માટે તેની પ્રશંસા પણ થાય છે. માનસિક સ્વાસ્થ્ય પર બોલવા સાથે-સાથે નુપુર શિખરે સાથે પોતાના રિલેશનને ળઈને આઈરા ચર્ચામાં રહે છે. આઈરાએ નુપુર સાથે સંબંધો અને ફિલ્મોમાં આવવાના પોતાના પ્લાન પર વાત કરી છે.

બૉયફ્રેન્ડ વિશે કહી આ વાત
હાલમાં જ આઈરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફૉલોઅર્સ સાથે એક ઈંટરેક્ટિવ સેશન કર્યુ હતુ. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ખુદને પૂછાયેલ સવાલોના જવાબ આપ્યા. આઈરાએ જણાવ્યુ કે તે નુપુર સાથે સંબંધમાં કેમ છે. તેણે લખ્યુ, હું સાથે છુ કારણકે તે એક સારો વ્યક્તિ છે. તેની સારી આદત પર જ મને પ્રેમ છે.

બૉલિવુડમાં નહિ આવુ
આઈરાએ આ દરમિયાન ખુલાસો પણ કર્યો કે તેનો બૉલિવુડમાં આવવાનો કોઈ ઈરાદો નથી. આઈરા સોશિયલ મીડિયા પર પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણી ઓપન રહી છે. આને લઈને થયેલા સવાલ પર તેણે કહ્યુ કે તે માને છે કે માનસિક સ્વાસ્થ્ય પર વાત થવી ખૂબ જરુરી છે.

ટ્રેનર સાથે સંબંધમાં છે આઈરા
આઈરા ખાન ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે રિલેશનશિપમાં છે. આઈરા ઘણીવાર તેની સાથેના ફોટા પોસ્ટ કરે છે અને ખુલીને રિલેશનશિપ પર વાત કરે છે. નુપુર તના પિતા આમિર ખાનના ફિટનેસ ટ્રેનર પણ રહ્યા છે. આઈરાના તેના સંબંધની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા રહે છે.

ડિપ્રેશન પર વાત કરીને ચર્ચામાં આવી હતી આઈરા
આઈરા લગભગ બે વર્ષ પહેલા અચાનક ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોતાના ડિપ્રેશનને લઈને વાત કરી. આઈરાએ વીડિયો શેર કરીને જણાવ્યુ હતુ કે તે લગભગ ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે અને દવાઓ લઈ રહી છે. તેના ખુલીને માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવાને ઘણી પ્રશંસા મળી હતી. ત્યારબાદ તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ઘણીવાર પોતાની વાતો પોસ્ટ કરે છે.












Click it and Unblock the Notifications
