Pics/Video : ધૂમ 3નું ટ્રેલર લૉન્ચ, આમિર ખાન ડબલ રોલમાં

મુંબઈ, 31 ઑક્ટોબર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3માં આમિર ખાન ડબલ રોલમાં દેખાવાના છે. પચ્ચીસ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં આમિર ખાન પહેલી વાર ડબલ રોલમાં આવી રહ્યાં છે. કહે છે કે આમિર ખાનનો એક રોલ તો નેગેટિવ હશે, પણ બીજો રોલ કે જે તેમના નાના ભાઈનો હશે, તે હકારાત્મક હશે.

યશ રાજ ફિલ્મ્સ બૅનર હેઠળ નિર્મિત ધૂમ 3 ફિલ્મમાં ઉદય ચોપરા, અભિષેક બચ્ચન તથા કૅટરીના કૈફ પણ છે. ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર ગઈકાલે લૉન્ચ થયું છે. આ પ્રસંગે આમિર ખાન અને અભિષેક બચ્ચન ઉપરાંત દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્ય પણ ઉપસ્થિત હતાં. ફિલ્મમાં પહેલી વાર આમિર ખાન સાથે કૅટરીના કૈફની જોડી છે, તો ઉદય ચોપરાની અભિનેતા તરીકે આ કદાચ છેલ્લી ફિલ્મ છે. નિર્ાતા આદિત્ય ચોપરા છે. ફિલ્મમાં આમિરના જોરદાર સ્ટંટ્સ લોકો વચ્ચે ચર્ચાના વિષય બન્યાં છે.

ધૂમ 3 ફિલ્મ અંગે સતત કયાસ લગાવાય છે કે આમિરની ધૂમ 3 શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનો રેકૉર્ડ તોડી શકે છે. ચેન્નઈ એક્સપ્રેસે આમિરની જ 3 ઈડિટય્સ ફિલ્મનો રેકૉર્ડ તોડ્યો છે, પણ આમિર ખાન કહે છે - મને કોઈના રેકૉર્ડ તોડવામાં રસ નથી. હું કલાકાર છું અને મારા દર્શકોના મનોરંજન, તેમને એક સારો સમય આપવો અને ભાવનાત્મક રીતે સંતુષ્ટ કરવાથી જ મને ઉંચાઈ હાસલ થશે.

જુઓ ધૂમ 3 ફિલ્મ અને ટ્રેલર લૉન્ચની તસવીરી ઝલક અને સાથે જ માણો ટ્રેલર :

કૅટ સાથે પ્રથમ રોમાંસ

કૅટ સાથે પ્રથમ રોમાંસ

ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ડબલ રોલમાં છે. તેઓ પ્રથમ વાર પડદા ઉપર કૅટરીના કૈફ સાથે રોમાંસ કરતાં નજરે પડશે.

સ્ટંટ્સ ચર્ચામાં

સ્ટંટ્સ ચર્ચામાં

ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન અને કૅટરીના કૈફ બંને એક્શન કરતાં નજરે પડશે. ફિલ્મમાં તેમના સ્ટંટ્સ લોકોમાં ચર્ચાના વિષય બન્યાં છે.

આમિર ડબલ રોલમાં

આમિર ડબલ રોલમાં

આમિર ખાન ડબલ રોલ કરી રહ્યાં છે. તેમાંનો એક રોલ નેગેટિવ છે, તો બીજો રોલ પૉઝિટિવ છે.

અભિષેક-ઉદય કંટીન્યુ

અભિષેક-ઉદય કંટીન્યુ

ધૂમમાં જ્હૉન અબ્રાહમ, ધૂમ 2માં હૃતિક રોશન અને ધૂમ 3માં આમિર ખાન ચોરની ભૂમિકા કરી રહ્યાં છે, પરંતુ તેમનો પીછો કરનાર પોલીસ અધિકારીઓ તરીકે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા ત્રીજી સિક્વલમાં પણ કંટીન્યુ છે. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)

ટ્રેલર લૉન્ચ

ટ્રેલર લૉન્ચ

ધૂમ 3 ફિલ્મનું ટ્રેલર ગઈકાલે લૉન્ચ થયું છે. આ પ્રસંગે આમિર ખાન, દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્ય તથા અભિષેક બચ્ચન હાજર હતાં. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)

માણો ટ્રેલર

ધૂમ 3નું ઑફિશિયલ ટ્રેલર લૉન્ચ થયું છે. તેને માણવા માટે વીડિયો ઉપર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X