સૈફ-કરીનાના લગ્ન સમારંભમાં હાજર નહિં રહે આમિર

મુંબઈ, 11 ઑક્ટોબર : આમિર ખાન અંગે કહેવાય છે કે તેઓ પોતાના મિત્રોના દરેક સુખ-દુઃખમાં ભાગીદાર બને છે, પરંતુ આ વખતે તેઓ એવું નહિં કરી શકે. પૂછો કેમ? તો ચાલો અમે બતાવીએ. હકીકતમાં અમે સૈફ-કરીનાના લગ્નની વાત કરીએ છીએ.

Saif Kareena Aamir

કરીના કપૂર અને આમિર ખાન પરસ્પર બહુ સારા મિત્રો છે તો આમિર અને સૈફ અલી ખાન વચ્ચે ઘર જેવા સંબંધ છે, પરંતુ આટલી નિકટતા છતાં આમિર ખાન સૈફ-કરીનાના લગ્નમાં નહિં પહોંચી શકે. કારણ કે તેઓ હાલ પોતાની આવનાર તલાશ ફિલ્મના પ્રમોશનમાં ઘણાં વ્યસ્ત છે. ફિલ્મમાં કરીના કપૂર પણ છે, પરંતુ કરીના લગ્નના કારણે પ્રમોશનમાં ભાગ નથી લઈ શકે. તેથી તમામ દારોમદાર આમિર ખાનના ખભે જ છે અને આમિર વિશે તો સૌ જાણે જ છે કે તેઓ પ્રમોશનમાં કોઈ કચાશ નથી રાખવા માંતા. તેથી તેઓ લગ્ન સમારંભમાં હાજરી નહિં આપી શકે.

નોંધનીય છે કે સૈફ-કરીનાના લગ્ન 16મી ઑક્ટોબરે કોર્ટમાં થનાર છે અને 18મીએ લગ્નનોજલસો પટૌડી પૅલેસમાં યોજાશે. લગ્નની પાર્ટીમાં બૉલીવુડની અનેક નામચીન હસ્તીઓ પહોંચવાની છે.

આપને જણાવી દઇએ કે તલાશ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. તેમાં રાણી મુખર્જી અને કરીના કપૂર છે. કરીના આ ફિલ્મમાં વેશ્યાનું પાત્ર ભજવ્યું છે. લગ્ન પછી કરીનાની આ પ્રથમ ફિલ્મ રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X