First Look : ખતરનાક સ્ટંટ્સથી ભરપૂર છે ધૂમ 3

મુંબઈ, 14 ઑગસ્ટ : આમિર ખાનની ફિલ્મ ધૂમ 3નું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ થયો છે કે જેમાં માત્ર આમિર ખાન જ દેખાય છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન તથા કૅટરીના કૈફ પણ છે.

ધૂમ ફિલ્મની બીજી સિક્વલ ધૂમ 2 હતી અને ત્રીજી સિક્વલ તરીકે ધૂમ 3 આવી રહી છે. ત્રણે ફિલ્મોમાં નાયક અને સહાયક નાયક એકના એક એટલે કે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા રહ્યા છે, પણ ખલનાયક બદલાતાં રહ્યાં છે. ધૂમમાં ખલનાયક જ્હૉન અબ્રાહમ હતાં, તો ધૂમ 2માં તેમનું સ્થાન હૃતિક રોશને લીધુ હતું અને ધૂમ 3માં હૃતિક રોશનના સ્થાને આમિર ખાન આવી રહ્યાં છે. અભિનેત્રીઓ પણ ત્રણેમાં બદલાતી રહી છે. ધૂમમાં એશા દેઓલ, ધૂમ 2માં ઐશ્વર્યા રાય હતાં, તો ધૂમ 3માં કૅટરીના કૈફ છે.

આ પહેલો મોકો છે કે જ્યારે આમિર ખાન અને કૅટરીના કૈફ એક સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ છે ધૂમ 3 કે જેની તસવીરો તાજેતરમાં જ લીક કરવામાં આવી છે. તેની વાર્તા પણ છેલ્લી ફિલ્મોની જેમ જ છે કે જેમાં એક ચોરને પકડવા પોલીસ પ્રયત્ન કરે છે. આ વખતે ચોરની ભૂમિકામાં આમિર ખાન છે.

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આ બૉલીવુડ અભિનેતા અંગે માનવામાં આવે છે કે તેઓ જો કંઈ કરે, તેમાં પોતાનું સો ટકા આપે છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં કૅટરીના કૈફે પણ ખૂબ મહેનત કરી છે. કહે છે કે કૅટરીનાએ ફિલ્મમાં પોતાના રોલ મુજબ ફિટ દેખાવા માટે સખત ફિટનેસ ટ્રેનિંગ લીધી છે. સાથે જ એક મુશ્કેલ ડાયેટ ચાર્ટ પણ ફૉલો કર્યો છે. સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરી ચુકેલાં કૅટરીના કૈફ પ્રથમ વાર આમિર ખાન સાથે આવી રહ્યાં છે.

આવો જોઇએ ધૂમ 3 ફિલ્મનો ફર્સ્ટ લુક તથા ખતરનાક સ્ટંટ્સ તસવીરોમાં :

ધૂમ 3નો ફર્સ્ટ લુક આઉટ

ધૂમ 3નો ફર્સ્ટ લુક આઉટ

ધૂમ 3 ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ થઈ ગયો છે. ફિલ્મમાં માત્ર આમિર ખાન જ દેખાય છે. ફિલ્મના અન્ય કલાકારો છે કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા.

મુશ્કેલ સ્ટંટ્સ

મુશ્કેલ સ્ટંટ્સ

કૅટ અને આમિર મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મમાં બંનેએ મુશ્કેલ સ્ટંટ્સ કર્યાં છે.

એક્શન દૃશ્ય

એક્શન દૃશ્ય

ફિલ્મમાં એક એક્શન દૃશ્ય શૂટ કરતાં કૅટરીના કૈફની સ્ટંટ.

સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ

સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ

ફિલ્મનું શૂટિંગ ટિનસિઓના વર્જાસ્કા ડૅમ, સ્વિટ્ઝરલૅન્ડ ખાતે થઈ રહ્યું છે.

હાઈ ટ્રેનિંગ

હાઈ ટ્રેનિંગ

કૅટે પોતાના રોલ મુજબ હાઈ ટ્રેનિંગ લીધી છે અને સ્પેશિયલ ડાયેટ ચાર્ટ ફૉલો કર્યો છે.

આમિર ચોર

આમિર ચોર

આમિરે ચોરની ભૂમિકા ભજવી છે કે જે ચોરી કરવા માટે પોતાના એક્રોબેટિક સ્કિલ્સનો પ્રયોગ કરે છે.

સખત મહેનત

સખત મહેનત

ચોરની ભૂમિકા ભજવવા માટે આમિરે સખત મહેનત કરી છે.

આર્ટિસ્ટ સાથે

આર્ટિસ્ટ સાથે

મેક-અપ આર્ટિસ્ટ મીરા પરમાર સાથે આમિર-કૅટ.

તસવીરો લીક

તસવીરો લીક

ફિલ્મની તસવીરો લીક થઈ છે. આ એક સરપ્રાઇઝ છે, કારણ કે આમિર પોતાના કામ અંગે ગુપ્તતા વર્તે છે.

આમિર નેગેટિવ રોલમાં

આમિર નેગેટિવ રોલમાં

આમિર ખાન ફિલ્મમાં નેગેટિવ રોલ કરી રહ્યાં છે. અગાઉ ફનામાં પણ તેઓ નેગેટિવ રોલમાં હતાં.

શૂટિંગ લગભગ સમાપ્ત

શૂટિંગ લગભગ સમાપ્ત

ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ડિસેમ્બરમાં તે રિલીઝ થઈ શકે છે.

અભિષેક-ઉદય કંટીન્યુ

અભિષેક-ઉદય કંટીન્યુ

ધૂમમાં જ્હૉન અબ્રાહમ, ધૂમ 2માં હૃતિક રોશન અને ધૂમ 3માં આમિર ખાન ચોરની ભૂમિકા કરી રહ્યાં છે, પરંતુ તેમનો પીછો કરનાર પોલીસ અધિકારીઓ તરીકે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા ત્રીજી સિક્વલમાં પણ કંટીન્યુ છે.

જુઓ ધૂમ 3નો ફર્સ્ટ લુક

જુઓ ધૂમ 3નો ફર્સ્ટ લુકનું વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X