1000 કરોડનું મહાભારત, આમિર ખાન બનશે શ્રી કૃષ્ણ

1000 કરોડનું મહાભારત, આમિર ખાન બનશે શ્રી કૃષ્ણ

આમિર ખાન બે વર્ષમાં ભલે એક જ ફિલ્મ કરતા હોય તે ફિલ્મ માસ્ટરપીસ હોય છે. આ વખતે આમીર ખાનની સ્ક્રિપ્ટ પરથી નજર હટી અને ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેવી દુર્ઘટના ઘટી. પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું. હવે આમિર ખાન આગામી તૈયારીઓમાં લાગી ગયા છે. અહેવાલ મળી રહ્યા છે કે આમિર ખાન પોતાના ભવ્ય પ્રોજેક્ટ, મહાભારત પર કામ શરૂ કરી ચૂક્યા છે.

સાત ભાગ બનશે

સાત ભાગ બનશે

સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ સાત ભાગની સીરિઝ હશે જેમાં આમિર ખાન ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડનું છે અને તેના પર મુકેશ અંબાણી રૂપિયા લગાવી રહ્યા છે. અહેવાલો મુજબ આ ફિલ્મ નહિ બલકે વેબ સિરીઝ હશે જેની 7 સિઝન હશે અને દરેક ભાગને અલગ ડિરેક્ટર હશે.

બધા ભાગને અલગ ડિરેક્ટર

બધા ભાગને અલગ ડિરેક્ટર

લાંબા સમયથી આ સીરિઝ સાથે દીપિકા પાદુકોણનું નામ જોડાયેલ છે. અહેવાલ છે કે આમિર ખાને દ્રૌપદીના રોલ માટે દીપિકાનો સંપર્ક કર્યો છે. ઉપરાંત અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્ર અને એક રોલ માટે પ્રભાસનો પણ સંપર્ક કરવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્ક્રિપ્ટ તૈયાર થઈ નથી. એવામાં આ બધાં નામ માત્ર અફવા સમાન જ છે.

આમિર ખાને આપ્યા સંકેત

આમિર ખાને આપ્યા સંકેત

આમિર ખાનના પૂર્વ મેનેજર અને સીક્રેટ સુપરસ્ટાર ડિરેક્ટર અદ્વૈત ચંદન ફિલ્મ માટે રિસર્ચ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ક્યારે શરૂ થશે કે પછી આ માત્ર અફવા જ બનીને રહી જશે તે જોવાનું રહ્યું. તાજેતરમાં જ આમિર ખાને કહ્યું હતું કે મારી પાસે આગામી પ્લાન છે પણ કોઈને કહીશ નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X