મમ્મી ઐશ્વર્યાને અત્યારથી કોપી કરે છે આરાધ્યા, જુઓ વાયરલ ફોટો

ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન હવે એટલી મોટી થઈ ગઈ છે કે પોતાની મમ્મીની કોપી કરવા લાગી છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન હવે એટલી મોટી થઈ ગઈ છે કે પોતાની મમ્મીની કોપી કરવા લાગી છે. સાત વર્ષની આરાધ્યા હવે પોતાની મમ્મી જેવી જ સ્ટાઈલ અને પૉઝ મારવા લાગી છે. આનો પુરાવા છે તેનો વાયરલ થતો આ ફોટો. એકદમ ઐશ્વર્યા જેવા પૉઝ આપતી આરાધ્યાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડાક જ કલાકોમાં ફોટા પર લાખો લાઈક્સ આવી ગયા છે.

કાળા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ઐશ્વર્યા

કાળા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન એક બ્રાન્ડ પ્રમોશનના અનુસંધાનમાં હાલમાં પેરિસમાં છે. અહીં તેની સાથે દીકરી આરાધ્યા પણ છે. ઐશ્વર્યાએ પેરિસમાં પોતાનો અને આરાધ્યાનો ફોટો શેર કર્યો છે જેમાં આરાધ્યા એકદમ તેના જેવા પૉઝ આપી રહી છે. ઐશ્વર્યાએ એક ઝૂલા પાસે પોતાનો ફોટો શેર કરતા લખ્યુ, ‘આજ'. આ ફોટામાં ઐશ્વર્યા ઝૂલા પાસે કાળા રંગના ગાઉનમાં પોઝ આપી રહી છે.

મમ્મીની કોપી કરવામાં ખૂબ આગળ છે આરાધ્યા

ત્યારબાદ આ ઝૂલા પાસે ઐશ્વર્યાએ આરાધ્યાનો ફોટો પણ શેર કર્યો. ફોટો શેર કરતા મમ્મી ઐશ્વર્યાએ લખ્યુ, ‘મારો પ્રેમ'. આરાધ્યાએ આ ફોટામાં કાળા અને સફેદ રંગનુ ફ્રોક પહેર્યુ છે અને તે એકદમ પોતાની મમ્મીના અંદાજમાં પૉઝ આપી રહી છે. આરાધ્યાએ ઐશ્વર્યાની જેમ જ એક હાથ પોતાની કમર પર રાખ્યો છે. ઐશ્વર્યા ઘડિયાળ ‘લોન્ગિનેસ' ના બ્રાન્ડ પ્રમોશન માટે પેરિસ ગઈ છે.

‘ફન્ને ખાં' માં સિંગર બની છે ઐશ્વર્યા

‘ફન્ને ખાં' માં સિંગર બની છે ઐશ્વર્યા

ફિલ્મોની વાત કરીએ તો ઐશ્વર્યા થોડાક જ સમયમાં ફિલ્મ ‘ફન્ને ખાં' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. ઐશ્વર્યા અને અનિલ કપૂર સાથે વર્ષ 2000 માં આવેલી ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હે' માં કામ કરી ચૂકી છે. વળી, રાજકુમાર રાવની સાથે આ તેની પહેલી ફિલ્મ છે. ફિલ્મ 3 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. જુઓ ટ્રેલર -

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X