Super Mom બનવા માંગે છે ઐશ્વર્યા રાય

મુંબઈ, 13 ડિસેમ્બર : બૉલીવુડના સૌથી સુંદર મૉમ ઐશ્વર્યા રાય આજકાલ માતૃત્વ સુખ લેવામાં વ્યસ્ત છે. પોતાની વ્હાલી દીકરી આરાધ્યા સાથે સમય વિતાતવા આતુર ઐશ્વર્યાએ જણાવ્યું કે તેમને ખૂબ સારૂં લાગે છે આરાધ્યા સાથે રમવું અને તેની સાથે વાત કરવું. તેની દરેક નાની-નાની હરકતો એટલી ક્યૂટ છે કે જે હું વર્ણવી નથી શકતી.

Aishwarya Rai

ઐશ્વર્યાએ જણાવ્યું - હું હાલ આરાધ્યાની જરૂરિયાત છું. હું તેના માટે પોતાના માતાની જેમ બનવાનો પ્રયત્ન કરવા માંગુ છું. જો હું એમ કરી શકી, તો જરૂર હું સુપર મૉમ બની જઇશ. ઐશે જણાવ્યું કે તેમને ત્યારે ખૂબ સારું લાગે છે કે જ્યારે કોઈ તેમની સાથે તેમના પુત્રી અંગેની વાતો કરે છે. ખબર નહીં કેમ, મને તે વખતે તેની માતા હોવાનો ગર્વ થાય છે. આરાધ્યા મારું જીવન છે, તેના વગર રહેવી શકવું મુશ્કેલ છે.

આપને જણાવી દઇએ કે આ તે જ ઐશ છે કે જેમણે થોડાંક દિવસ અગાઉ એક સમારંભમાં મીડિયાવાળાઓની ક્લાસ લીઈ નાંખી હતી કે જેઓ આરાધ્યાની તસવીરો પાડી રહ્યા હતાં. ત્યારે ઐશ બોલ્યા હતાં કે તેઓ સમજી શકે છે કે મીડિયાનું કામ છે ફોટો પાડવી અને બાઇટ લેવી, પરંતુ હું નથી ઇચ્છતી કે અત્યારથી જ મારી દીકરી આ તમામ વાતોનો ભાગ બને. હું પણ એક માતા છું અને દરેક માતા પોતાની બાળકી માટે એવું જ વિચારતી હોય છે. આશા છે કે આપ લોકો મારી વાત સમજી રહ્યા હશો. પછી આરાધ્યાને ઘેરી વળેલા કૅમેરામૅન અને પત્રકારો દૂર ખસી ગયા હતાં.

કાયમ પોતાની દીકરીને લોકોથી દૂર રાખનાર ઐશ્ર્યા રાય અત્યાર સુધી જાહેર સ્થળોએ પુત્રી સાથે દેખાતા નથી. એટલું જ નહીં, સમગ્ર બચ્ચન પરિવાર પોતાની નન્હી કળી આરાધ્યાને સૌથી દૂર રાખે છે. આરાધ્યાને કોઈ જાહેર સ્થળે પણ નથી લઈજવાતી.

આરાધ્યાના માતા ઐશે એમ પણ જણાવ્યું - હું ફિલ્મી દુનિયામાં જરૂર પરત ફરીશ. જ્યારે કમબૅક કરીશ, તો લોકોને ખબર પણ પડી જશે, પરંતુ હાલ તો હું આરાધ્યાના પગલે 24 કલાક વ્યસ્ત રહુ છું. તેની સાથે હું ખુશ છું. તેને મોટી થતી જોઈ રહી છું. તેની દુનિયામાં મસ્ત છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X