ટુંકમાં જ આવી રહ્યાં છે આશિકી 2ના જૅકેટ
મુંબઈ, 20 એપ્રિલ : ફિલ્મોના બિઝનેસને નવી ઊંચાઈ આપતાં ફિલ્મ આશિકી 2ના પોસ્ટર (જૅકેટ) ટુંકમાં જ રિલીઝ કરાશે. વિશેષ ભટ્ટે ટ્વિટર પર લખ્યું - આશિકી 2ના જૅકેટ ટુંકમાં જ આવી રહ્યાં છે... ચેતવણી : તેમનાથી છુપાવવા માટે આપ જે કંઈ પણ કરો છે, તેની જવાબદારી વિશેષ ફિલ્મ્સની નથી.

આશિકી 2 ફિલ્મ અંગે અગાઉથી જ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મ પહેલી વાર 1990માં રિલીઝ થઈ. ફિલ્મ આશિકી એક મ્યુઝિકલ સુપર હિટ ફિલ્મ હતી અને આશિકી 2ના ગીતો પણ ટુંકાગાળામાં જ ખૂબ લોકપ્રિય બન્યાં છે.
ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને મુકેશ ભટ્ટે સંયુક્ત રીતે કર્યું છે. સુપર કૅસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેમજ વિશેષ ફિલ્મ્સના બૅનર હેઠળ બનેલી આ ફિલ્મ આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે. મુખ્ય કલાકારો છે આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂર.
આશિકી ફિલ્મમાં રાહુલ રૉય તથા અનુ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં હતાં. આશિકી 2ને આશિકીની સિક્વલ તરીકે માનવાનો તેના નિર્માતાઓ ઇનકાર કરે છે. તેમનું કહેવું છે કે આશિકીના અહેસાસને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન છે આશિકી 2.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
