આદર્શ પુત્ર, પ્રેમાળ પતિ અને સંભાળ લેનાર પિતા

મુંબઈ, 5 ફેબ્રુઆરી : આજે બૉલીવુડના જૂનિયર બી 37 વર્ષના થઈ ગયાં. હા જી, આજે અભિષેક બચ્ચનનો જન્મ દિવસ છે. ગંભીર પ્રકારના સ્માર્ટ અભિનેતા અભિષેક બચ્ચન આજે પોતાનો જન્મ દિવસ પોતાના પરિવાર સાથે ઉજવી રહ્યાં છે. તેમના જન્મ દિવસની ઉજવણીમાં તેમના નજીકના મિત્રો હાજર રહેશે. બીજી બાજુ અભિષેકનો આ એવો પ્રથમ જન્મ દિવસ છે કે જેની ઉજવણી દરમિયાન તેમની પુત્રી આરાધ્યા પણ જન્મ દિવસની કેક ખાઈ શકશે. તેથી આ વખતનો જન્મ દિવસ સ્પેશિયલ બની ગયો છે.

Abhishek

ગત 12 વર્ષોથી હિન્દી ફિલ્મ જગતમાં સક્રિય અભિષેક બચ્ચને જે. પી. દત્તાની ફ્લૉપ ફિલ્મ રિફ્યૂજી સાથે વર્ષ 2000માં બૉલીવુડમાં પ્રવેશ કરયો હતો. સતત અનેક ફ્લૉપ ફિલ્મો બાદ જૂનિયર બીએ મણિરત્નમની સુપર-ડુપર હિટ ફિલ્મ ગુરુ આપી કે જે ભારતીય સિનેમા માટે સીમાચિહ્ન રૂપી બની ગઈ. તાજેતરમાં જ અભિષેક બચ્ચનને તેમની હિટ ફિલ્મ બોલ બચ્ચન માટે સર્વશ્રેષ્ઠ કૉમિક હીરોનો સ્ક્રીન ઍવૉર્ડ પણ મળ્યો છે. તેઓ ટુંકમાં જ ફરી એક વાર કૉમેડી ફિલ્મમાં નજરે પડનાર છે.

ઘડાયેલા કલાકારો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનનું વ્યક્તિત્વ એક આદર્શ પુત્ર, પ્રેમાળ પતિ અને સંભાળ લેતા પિતા તરીકે છે. તેઓ પોતાના પપ્પાની જેમ પોતાની પુત્રી માટે આદર્શ બનવા માંગે છે. સંસ્કારો અને પરમ્પરાઓમાં વિશ્વાસ ધરાવતાં અભિષેક બચ્ચન હાલ ખાસ વ્યસ્ત છે. તેમની આ વર્ષે રજૂ થનાર ફિલ્મો છે લૅડીઝ એન્ડ જૅન્ટલમૅન, દોસ્તાના 2, ધૂમ 3 તથા ડિપાર્ટમેન્ટ. તેમાં સૌપ્રથમ ધૂમ 3 રિલીઝ થવાની છે કે જેમાં તેમની સાથે પ્રથમ વાર આમિર ખાન પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X