Pics : અભિષેક થયાં 38ના, આપો શુભેચ્છાઓ

મુંબઈ, 5 ફેબ્રુઆરી : 5મી ફેબ્રુઆરી ભલે બાકીના લોકો માટે સામાન્ય દિવસની જેમ હોય, પણ બચ્ચન પરિવાર માટે આ દિવસ બહુ ખાસ છે અને હોય પણ કેમ નહીં? આજે જૂનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનનો જન્મ દિવસ છે ને. પોતાના જન્મ દિવસે અભિષેક બચ્ચન પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે.

બૉલીવુડના આદર્શ પરિવારના આજ્ઞાકારી પુત્ર તથા લવિંગ હસબૅન્ડ અભિષેકે વર્ષ 2000માં જે પી દત્તાની ફિલ્મ રિફ્યુજી સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. કરીના કપૂર સાથેની આ ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી. કરીનાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. રિફ્યુજીથી નિરાશ અભિષેકને મણિરત્નમની ફિલ્મ યુવા અને ગુરુ સાથે ઓળખ મળી. આ ફિલ્મોમાં અભિષેકના અભિનયના ખૂબ વખાણ થયાં.

ચાલો તસવીરો સાથે જાણીએ બર્થ ડે બૉય અભિષેક બચ્ચન વિશે :

રિફ્યુજી સાથે શરુઆત

રિફ્યુજી સાથે શરુઆત

અભિષેક બચ્ચને જે પી દત્તાની ફિલ્મ રિફ્યુજી સાથે બૉલીવુડમાં કૅરિયર શરૂ કર્યું, પરંતુ ફિલ્મ નિષ્ફળ નિવડી.

યુવા-ગુરુથી સફળતા

યુવા-ગુરુથી સફળતા

અભિષેકને મણિરત્નમની ફિલ્મ યુવા અને ગુરુ સાથે ઓળખ મળી. આ ફિલ્મોમાં અભિષેકના અભિનયના ખૂબ વખાણ થયાં.

ચાલી નિકળ્યાં અભિષેક

ચાલી નિકળ્યાં અભિષેક

પછી તો અભિષેકનું કૅરિયર પુરપાટ ગતિએ ચાલવા લાગ્યું અને તેમના ખાતે બંટી ઔર બબલી, દોસ્તાના, દસ તથા ધૂમ સિરીઝ જેવી હિટ ફિલ્મો આવી.

ત્રીસથી વધુ ફિલ્મો

ત્રીસથી વધુ ફિલ્મો

અભિષેક બચ્ચન અત્યાર સુધી 30થી વધુ ફિલ્મો કરી ચુક્યાં છે.

ઍવૉર્ડ વિનિંગ પા

ઍવૉર્ડ વિનિંગ પા

અભિષેક બચ્ચનને પા ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ પણ મળી ચુક્યો છે.

કૉમેડિયન અભિષેક

કૉમેડિયન અભિષેક

અભિષેક બચ્ચને ગંભીર ભૂમિકાઓ ઉપરાંત બોલ બચ્ચન જેવી ફિલ્મમાં કૉમેડિયનનો રોલ પણ કર્યો છે કે જેના માટે ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

2013નો સુખદ અંત

2013નો સુખદ અંત

અભિષેક બચ્ચન માટે વર્ષ 2013નો ધૂમ 3ની ભારે સફળતાના પગલે સુખદ અંત થયો છે. જોકે ફિલ્મની સફળતાનો શ્રેય આમિર ખાનને આપવામાં આવે છે, પરંતુ અભિષેકની હિટ લિસ્ટમાં ધૂમ 3નું નામ પણ જોડાશે જ.

આઇડિયાના સર જી

આઇડિયાના સર જી

અભિષેક બચ્ચન આઇડિયાના સર જી તરીકે દર્શકોમાં જાણીતા છે.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

ધૂમ 3 સાથે હૅપ્પી ઈયર એન્ડિંગ બાદ હવે અભિષેક બચ્ચન ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં દેખાશે કે જેમાં તેમની સાથે દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન છે.

આદર્શ ફૅમિલી

આદર્શ ફૅમિલી

અભિષેક બચ્ચનની ફિલ્મોથી ઇત્તર વધુ એક ઓળખ એ છે કે તેઓ એક આદર્શ પરિવારના સભ્ય છે કે જેમાં તેઓ અમિતાભ બચ્ચન જેવા મહાનાયક અને જયા બચ્ચનના આજ્ઞાકારી પુત્ર છે, તો ઐશ્વર્યા રાય જેવા દિવાના લવિંગ હસબૅન્ડ તેમજ આરાધ્યા જેવી દીકરીના રિસ્પૉન્સિબલ પપ્પા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X