અકસ્માતે બની ગઈ હીરોઇન - નરગિસ

ફિલ્મ રૉકસ્ટાર વડે બૉલીવુડમાં પગલા મૂકનારી અભિનેત્રી નરગિસ ફખરીનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે, પણ ફિલ્મ રૉકસ્ટારની વાર્તાએ તેને મૉડેલમાંથી અભિનેત્રીમાં રૂપાંતરિત કરી નાંખી. આમ જોઇએ તો નરગિસ અકસ્માતે હીરોઇન બની ગઈ.

Nargis Fakhri

એચસીએલ કમ્પનીની અલ્ટ્રાબુકના લૉન્ચિંગ પ્રસંગે નરગિસે મીડિયા સાથે વાતચીત કરતાં આ રહસ્ય ખોલ્યું.

નરગિસે જણાવ્યું હતું કે એક તો રૉકસ્ટારની વાર્તા એટલી બધી સારી હતી કે જેને સાંભળ્યા બાદ મેં તરત જ હા કહી દીધું. નરગિસ (ગેલેરી) કહે છે કે બીજું રણબીર કપૂરે મદ કરી, જેથી હું પોતાની ત્રુટક-ફુટક હિન્દી છતાં પણ સારી એક્ટિંગ કરી શકી. લોકોએ જ્યારે મને આવીને જણાવ્યું કે મેં સારૂં કામ કર્યું છે, તો મને ઘણો આનંદ થયો.

હંમેશા પોતાના જીવનમાં રોમાંચને મહત્વ આપતી નરગિસ ફખરીએ જણાવ્યું હતુ કે તે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે, પણ જ્યાં સુધી સારી વાર્તા નહિં મળે, ત્યાં સુધી ફિલ્મ સ્વીકારતી નથી.

નોંધનીય છે કે મ્યુઝિકલ સુપરહિટ ફિલ્મ રૉકસ્ટાર દ્વારા ફિલ્મી દુનિયામાં હલચલ પેદા કરનાર નરગિસ અંગે રણબીર સાથે લફરાના સમાચારો પણ વહેતાં થયા હતાં.

લોકોનું કહેવું હતું કે નરગિસને રણબીરના મમ્મી નીતૂ કપૂર પણ બહુ પસંદ કરે છે. પણ ફિલ્મ રિલીઝ થયા બાદ મામલો શાંત થઈ ગયો. જોકે નરગિસે ફરી એક વાર રણબીરના વખાણો કર્યા છે. તેથી શક્ય છે કે જૂનો મામલો ફરી તાજો થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X