Watch Pehn Di Takki : ડેંટિસ્ટ બનવા માંગે છે રિયા
મુંબઈ, 29 એપ્રિલ : ગિપ્પી ફિલ્મ સાથે બૉલીવુડમાં પગલું મૂકવા જઈ રહેલાં અભિનેત્રી રિયા વિજ કહે છે કે અભિનય તેમનો એક શોખ છે. હકીકતમાં તેઓ ડેંટિસ્ટ બનવા માંગે છે. તેઓ ફિલ્મો માટે કરાર કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમના ભણતરને કોઈ નુકસાન ન થાય.

રિયાએ એક વાતચીતમાં જણાવ્યું - મેં અભિનેત્રી બનવા અંગે ક્યારેય ગંભીરતાપૂર્વક નથી વિચાર્યું, પણ જો મને તક મળે, તો હું તે સ્વીકારી લઉ છું. હું હાલ ભણી રહી છું અને એક ડેંટિસ્ટ બનવા માંગુ છું. અભિનય મારા માટે વધારાની પ્રવૃત્તિ છે અને મારો શોખ છે. મને તેમાં મજા આવે છે.
રિયાને પોતાના અભ્યાસ તેમજ બીજા કામોમાં પોતાના પરિવારનો સારો સહકાર મળે છે. તેમણે જણાવ્યું - મારો પરિવાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવનારો છે. મારા પરિવારમાં કોઈ કામ માટે કોઈ પણ પ્રકારના નિયંત્રણો નથી. તમામ સભ્યો મારી ફિલ્મ અંગે મારી જેમ જ ઉત્સુક છે. મને કાયમ પોતાના પરિવારનો સહકાર મળે છે.
કરણ જૌહર નિર્મિત તથા સોનમ નાયર દિગ્દર્શિત ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ગિપ્પી એક તરુણીના જીવન ઉપર આધારિત વાર્તા છે. ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થવાની છે.
<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/O2Uxuia-0Ck" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
