અભિનેતા અને બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન
અભિનેતા અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ અભિનેતા સિદ્ધાર્થ શ
અભિનેતા અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી પરંતુ તે પછી તે ઉઠી શક્યો નહીં. હોસ્પિટલે બાદમાં પુષ્ટિ કરી કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન જીતી હતી, આ સિવાય તેણે ખતરોં કે ખિલાડીની સાતમી સિઝન પણ જીતી હતી. સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લે દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.
12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004 માં તેણે ટીવી સાથે અભિનયની શરૂઆત કરી. 2008 માં, તે બાબુલ કા આંગન છોટે ના નામની ટીવી સિરિયલમાં દેખાયો હતો, પરંતુ તેની સાચી ઓળખ સિરિયલ બાલિકા વધુથી બની હતી, જે તેને ઘરે ઘરે લઈ ગઈ હતી.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
